MS યુનિ કેમ્પસમાં નમાઝ પઢવા મામલે થયો વિવાદ,વિશ્વ હિંદુ પરિષદે તપાસની માંગ કરી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતેની સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક મુસ્લિમ પુરુષ અને મહિલા નમાઝ પઢતા હોવાની તસવીરો અને વીડિયો વાઇરલ થતાં ભારે ચકચાર મચવા પામી હતી

આ ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી કાર્તિક જોષીએ યુનિવર્સિટી સત્તાધીશો પાસે તપાસની માંગણી કરી છે

એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રથમ વખત નમાઝ પઢવાની ઘટના પ્રકાશમાં આવી છે અને બહારનાં તત્ત્વો યુનિવર્સિટીમાં કેમ પ્રવેશ કર્યો? અને યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ નમાઝ કેમ પઢવામાં આવી ? તે અંગે પણ સવાલો કરાયા છે.

વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ પણ શૈક્ષણિક ધામમાં નમાઝ પઢવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.