જો તમારી પાસે લાયસન્સ વાળું હથિયાર હોય પણ રીન્યુ કર્યા વગર રાખો તો થઈ શકે છે આવું, સુરતમાં એક કાકા પિસ્તોલ સાથે પકડાયા

ઘણા લોકોને હથિયાર રાખવાનો શોખ હોય છે તો ઘણા સુરક્ષા માટે પણરાખે છે અને તે માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડતું હોય છે.

સુરતમાં લાયસન્સ રીન્યુ કર્યાં વગર જ પિસ્તોલ લઈને ફરતા જમીન દલાલ એસઓજી પોલીસના હાથે ઝડપાયા છે અને તપાસમાં સામે આવ્યું કે લાયસન્સની મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેણે લાયસન્સ રીન્યુ કરાવ્યું ના હતુ અને પોતાની પાસે હથિયાર રાખી રોલા પાડતા હતા.

વિગતો મુજબ સુરતમાં એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઈસમ હથિયારનું લાયસન્સ ધરાવે છે, પરંતુ, તે હથિયારના લાયસન્સની મુદત પૂર્ણ થઈ ગયી હોવા છતાં પોતાની પાસે રાખી સચિન જીઆઇડીસી વિસ્તારમાં ફરી રહ્યો છે એ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગભેણી ચોકડી પાસેથી સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ પોપટભાઈ મારડીયાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેમ ની પાસેથી જર્મન બનાવટની 1 નંગ પીસ્તોલ તથા 15 નંગ જીવતા કાર્તિઝ કબ્જે કર્યા હતા પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પિસ્તોલનું લાયસન્સ જૂનાગઢથી મેળવ્યું હતું અને આ લાયસન્સની મુદત 2018 માં પૂર્ણ થઈ ગયી હતી અને આજદિન સુધી તેણે લાયસન્સ રીન્યુ કરાવ્યું ન હતું જેથી આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં આમર્સ એક્ટની કલમ 30 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે આમ જો તમારી પાસે પણ આવું હથિયાર હોયતો લાયસન્સ રીન્યુ કરાવી લેજો નહીતો ગુનો નોંધાશે અને જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.