વડોદરાના ફતેગંજ સર્કલ પાસે પાર્કિંગ એરિયામાંથી વાહન ટોઇંગ કરતાં યુવતી વિફરી, ‘સાહેબ’ને ઝૂકાવ્યા..

પાર્કિંગ એરિયામાંથી વાહન ટોઇંગ કરાતાં યુવતી વિફરી અને ટોઇંગ પર ચઢી ગઇ. સાહેબ ગુનો તો જણાવી શક્યા નહીં પરંતુ આખરે વાહન છોડવું પડ્યું

વડોદરા શહેરમાં વાહન ટોઇંગ કરાતાં એક યુવતીએ હોબાળો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને વાહન ટોઇંગ કરાતાં યુવતીએ ટોઇંગ વેનચાલક સાથે બોલાચાલી કરી હતી. ટોઈંગ વાનચાલકે યુવતીનું ટુવ્હીલર વાહન ઉઠાવી જતાં હોબાળો કર્યો હતો. યુવતીએ વાહનચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.

યુવતીનું વાહન ટોઇંગ કરવામાં આવતાં તે ઇશ્કેરાઇ હતી અને ઉગ્ર બોલાચાલી કરી હતી અને આટલું જ નહીં, યુવતી ટોઈંગ વેન પર ચઢી ગઇ હતી અને હોબાળો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા ન્યાય માટે લડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યુવતીનું વાહન કોઇપણ વાંક વગર ટોઇંગ કરવામાં આવ્યું હતું. કોઇ ટ્રાફિકના ગુનાનો ભંગ ન હોવા છતાં પણ યુવતીનું વાહન ટોઇંગ કરવામાં આવતાં યુવતીએ હોબાળો કર્યો હતો. છેવટે ટ્રોઇંગવાળાઓએ તેનું વાહન છોડી દેવું પડ્યું હતું.

વડોદારના ફતેગંજ સર્કલ પાસેની આ ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં રોડની બાજુમાં પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કર્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવી રહ્યું હતું અને જે જોતાં યુવતી ઉશ્કેરાઇ હતી. કોઇ ગુના વગર વાહન ટોઇંગ કેમ કર્યું, તે મામલે યુવતીએ બોલાચાલી કહી હતી. ટ્રાફિક પોલીસ પણ યુવતીના ધારદાર સવાલોના જવાબ આપી શકી નહોતી. છેવટે વાહનવાળાએ વાંક વિના ડોઇંગ કરેલું વાહન છોડી દેવું પડ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.