રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ભુણાવા પાસે વહેલી સવારે ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ સમગ્ર ઘટનામાં એક યુવક અને યુવતીનું મોત નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યારે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ વહેલી સવારે રાજકોટથી ગોંડલ જઈ રહેલા હર્ષ ભરતભાઈ ભાલાળા અને એક યુવતીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે જેમાં રાજકોટથી ગોંડલ જઈ રહેલા હર્ષ ભાલાળા ટાટા કંપનીની હેરિયર કારમાં સવાર હતા. આ સમયે રીબડાથી આગળના ભાગે જતા ભુણાવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી.
કારચાલક હર્ષ ભરતભાઈ ભાલાળાનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કે, એક અજાણી યુવતીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનામાં અકસ્માતનો બનાવ કઈ રીતે બન્યો તે બાબતે, ટ્રક ચાલકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. તો સાથે જ પ્રત્યક્ષ દર્શીઓના પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.
કારને દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને ત્યારે દ્રશ્ય ઉપરથી જ લાગી રહ્યું છે કે કારની સ્પીડ રાજકોટ ગોંડલ હાઇવે પર નિયત કરેલ સ્પીડ કરતાં વધુ હશે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.