સામાન્ય રીતે રાજ્યમાં ચૂંટણીની સીઝન શરૂ થતા તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી જતી હોય છે અને ચૂંટણી સીઝનમાં જ એક પાર્ટીના નેતા બીજી પાર્ટીઓના નેતાઓની પોલ ખોલીને આડેધડ નિવેદનો કરતા હોય છે. ત્યારે હાલ ગુજરાતમાં કોઇ ચૂંટણીની સીઝન પણ નથી કે કોઇ મોટું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું નથી. ત્યારે દાહોદમાં એક કોંગ્રેસના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને લઇને બફાટ કર્યો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં કોંગ્રેસના જનવેદના આંદોલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. આ જનવેદના આંદોલન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રી ધારાસભ્ય પણ જોડાયા હતા. જેમાં ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારિયા કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપવા માટે ઉભા થયા હતા.
કોંગ્રેસના આ જનવેદના આંદોલન કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ ભાજપમાં પેરાશૂટ બનીને જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર આકરા પ્રહારો કર્યા હતા. ગરબાડાના MLA ચંદ્ગિકા બારિયાએ બફાટ કરતા બીજેપીમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ડોબા ગણાવ્યા હતા, જ્યારે નવા ચૂંટાયેલા MLAને આંખલા ગણાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.