જો તમે પણ પીવો છો વધુ કોફી તો થઈ જાવ સાવધાન, આવી શકે છે શકે છે આ સમસ્યાઓ..

ઘણા લોકોના દિવસની શરૂઆત કોફી પીને થાય છે. કેટલાક લોકોને કોફી પીવાની એટલી ટેવ હોય છે કે તેમને કોફી માટે જેટલીવાર પૂછો તેઓ ના પાડશે નહિ. પરતું શું તમે જાણો છો કો કે બે-વારથી વધારે વખત કોફી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને જનરલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસેશિયેશનની રિપોર્ટ  પ્રમાણે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમના માટે કોફીનો વધુ પડતો સેવન જીવલેણ સાબિત થઈ શકે છે અને હાઈ બ્લડ પ્રેશર (160/100 મિમી એચજી અથવા તેનાથી વધુ) વાળા લોકો માટે હૃદય સંબંધિત બીમારીથી મૃત્યુનું જોખમ લગભગ ડબલ થઈ જાય છે.

આ સિવાય રિસર્ચ આ વાત પણ સામે આવી છે કે દરરોજ એક કપ કોફી અને એક કપ ગ્રીન ટી પીવવામાં આવે તો હૃદય સંબંધિત બીમારીથી મૃત્યુનું જોખમ  ઓછું રહે છે. જોકે બંને પીણામાં કેફીન હોય છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) અનુસાર લીલી અથવા કાળી ચાના 8-ઔંસના કપમાં 30-50 મિલિગ્રામ કેફીન હોય છે અને જ્યારે 8-ઔંસના કોફીના કપમાં લગભગ 80 થી 100 મિલિગ્રામ કેફીન હોય છે.

રિસર્ચમાં આ વાત મુદ્દે પણ ભલામણ કરવામાં આવી  છે કે વધારે પડતી કોફી પીવાથી બ્લડ પ્રેશરમાં વધારો થઈ શકે છે અને આ સિવાય તણાવ, ઝડપી હૃદયના ધબકારા અને ઊંઘવામાં તકલીફ સહિતની સમસ્યાઓ થઈ શકે છે.

રિસર્ચ પ્રમાણે જે લોકોનું બ્લડ પ્રેશર 160/100 મીમી એચજીથી વધુ છે, જો તે દિવસમાં બે કે તેથી વધુ કપ કોફી પીવે ,તો આ લોકોમાં હૃદય રોગથી મૃત્યુનું જોખમ બમણું થઈ જાય છે . જ્યારે દરરોજ એક કપ કોફી પીવાથી બ્લડ પ્રેશરનીથી મૃત્યુનું જોખમ નથી અને આ સિવાય ગ્રીન ટીના સેવનથી પણ બ્લડ પ્રેશરના દર્દીમાં હૃદય રોગથી મૃત્યુનું જોખમ નથી. સંશોધન પરિણામો પ્રમાણે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ વધુ પડતી કોફી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે કોફીમાં જોવા મળતા કેફીનની હાનિકારક અસરોને કારણે મૃત્યુનું જોખમ વધી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.