આજના સમયમાં કોઇપણ વ્યક્તિ સ્વસ્થ નથી. દરેકત વ્યક્તિ કોઇને કોઇ બીમારીથી પરેશાન રહે છે. એવામાં તેની પાછળનું કારણ વ્યક્તિની લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી હોય શકે છે. કેટલીક વખત એવું થાય છે કે વ્યક્તિ દવા તો કરી લે છે પરંતુ કેટલાક રોગ એવા હોય છે પીછો છોડતા નથી. જેનું કારણ તેની કુંડળીમાં ગ્રહ દોષ છે અને બીમારીઓ થતી રહે છે. આજના સમયમાં ડાયાબિટીસ એક એવી બીમારી છે જે કોઇને પણ થઇ શકે છે.
જ્યારે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ ડાયાબિટીસને લઇને લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. આ દિવસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 1991માં મનાવવાનો શરૂ કર્યો છે. તણાવથી મળેલી ખતરનાક બીમારી ડાયાબિટીસ હવે દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક ગ્રહ એવા હોય છે જે ખરાબ થવા પર આ બીમારીની ઝપટમાં આવી જાય છે.
આમ તો ડાયાબિટીસ ખરાબ ખાણીપીણી, અનિયમિત લાઇફસ્ટાઇલનના કારણે થઇ શકે છે. પરંતુ જ્યોતિશ અનુસાર તેના માટે આપણી કુંડળી પણ જવાબદાર હોય છે. કહેવાય છે કે જો બૃહસ્પતિ તમારા રાશિના છઠ્ઠા, આઠમાં અને બારમાં ભાવમાં ખરાબ અવસ્થામાં બેઠા છે તો એવા લોકોને ડાયાબિટીસની સમસ્યા થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.