ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવા પૂરતી અને પેપર પર દારૂબંધી છે પણ અંદરખાને અને ઘણીવાર તો ખુલ્લેઆમ પણ દારૂ વેચવાના કિસ્સાઓ સામે આવતા હોય છે અને ત્યારે હાલમાં 31 ડિસેમ્બરને પગલે પોલિસ એલર્ટ થઇ ગઇ છે અને ઘણા દારૂનો વેપલો કરનાર કે પછી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજે 31 ડિસેમ્બર છે અને હજી તો દિવસ ચાલુ જ થયો છે અને ત્યાં એક ખબર પણ સામે આવી ગઇ.
દમણના એક વાઈન શોપ બહાર બે મહિલાઓની મારામારીનો વીડિયો સામે આવ્યો છે અને જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. પૈસાની લેતીદેતી મામલે બંને મહિલાઓ બાયખડી પડી હતી અને જાહેર રસ્તા પર એવી રીતે મારામારી કરી રહી હતી કે પુરુષોએ પણ દોડવું પડ્યું અને મહામહેનતે બંનેને છૂટી પાડી. જે બાદ ઘટનાસ્થળ પર દોડી આવેલી પોલીસે બંનેને ડિટેઈન કરી કાર્યવાહી હાથ ધરી.
બંને મહિલાઓને છૂટી પાડવા લોકો દૂરથી ‘પોલીસ આવી’ એવું પણ કહી રહ્યા હતા પણ તેમ છત્તાં તે મહિલાઓને જાણે પોલિસનો ડર ન હોય તેમ એકબીજાને છોડવા તૈયાર ન હતી અને જાહેર રસ્તા પર જ નશામાં ધૂત બનેલી બંને મહિલાઓએ એકબીજાના વાળ પકડી જોરદાર મારામારી કરી હતી. જો કે, પહેલા તો રસ્તા પરથી અનેક લોકો પસાર થયા પણ શરૂઆતમાં કોઈએ આ મહિલાઓને છૂટા પાડવાનું જરૂરી ન સમજ્યું.
ત્યાં કેટલાક લોકો તો બે મહિલાઓ વચ્ચે ચાલતી લડાઈનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા. જો કે, અંતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને પછી પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. ઉલ્લેખનીય છે કે, પૈસાની લેતી દેતી બાબતે બંને મહિલાઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલી પછીથી મારામારી પર પહોંચી હતી અને બંને મહિલાઓ એકબીજાના વાળ પકડી અને જોરદાર મારામારી પર ઉતરી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.