પાવાગઢ ખાતે પંચમહોત્સવમાં યોજાયેલા જાણીતી લોક ગાયક કિંજલ દવેના કાર્યક્રમમાં ઉત્સાહમાં આવી ગયેલા લોકોએ ખુરશીઓ ઊલાળી તોડફોડ કરતા ભારે દોડધામ મચી હતી અને પોલીસે માંડ કરીને મામલો થાળે પાડ્યો હતો.
ચાંપાનેર-પાવાગઢને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યા બાદ હાલ અહીં પંચમહોત્સવ ઉજવાઇ રહ્યો હોય અહીં લોકગાયક કિંજલ દવે તેમજ હિમાલી વ્યાસ, આસ્થા પટેલ, કાર્તિક પારેખ સહિતનાઓ કલાકારો દ્વારા સંગીતની રમઝટ બોલાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહયા છે અને ત્યારે કિંજલ દવે ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા તે વખતે ઉપસ્થિત દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા અને હોહા કરી મુકતા તેમજ ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં વધુ દર્શકો ઊમટી પડતા સર્જાયેલી અવ્યવસ્થાને પગલે કેટલાકે ખુરશીઓ ઉછાળતા તોડફોડ સર્જાઈ હતી.
કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઊછાળી લોકોએ તોડફોડ કરતા જેની પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મામલો કાબુમાં લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.