વિક્રમ સંવત 2076, કારતક વદ બીજ, ગુરુવાર જૈન રોહિણી તપ, જવાહરલાલ નહેરુ જયંતી, બાળદિન, ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન મેષ આપના નોકરી-વ્યવસાય કે સંપત્તિના કામકાજો અંગે સાનુકૂળ તક સર્જાતી જોઇ શકશો. વૃષભ જોખમી નિર્ણયોથી દૂર રહીને ગણતરીપૂર્વક કામ કરવાથી ઇષ્ટ ફળ મેળવી શકશો. મિથુન વાદ-વિવાદ ટાળીને તમે સમાધાનકારી વલણ દ્વારા લક્ષ સુધી પહોંચી શકશો.
કર્ક મૂંઝવણ કે કાલ્પનિક ચિંતાઓના ભારથી તમે મુક્તિ મેળવી શકશો. સિંહ આપની સમસ્યાઓના ઉકેલ માટે આપને ધીરજ ધરવી પડે. નાણાભીડ રહે. કન્યા આપના કૌટુંબિક અને સામાજિક કામકાજ અંગે પ્રગતિનો માર્ગ મળી આવે. નોકરી-ધંધાના ક્ષેત્રે વિલંબિત ફળ મળે. તુલા આપના ગૂંચવાયેલા પ્રશ્નો કે કામકાજોને ઉકેલવા આપની કસોટી થતી લાગે. વૃશ્ચિક આપની પ્રવૃત્તિઓ અને કામગીરીઓમાં સફળતા મેળવવા પરિશ્રમ વધારવો પડે.
ધન શારીરિક અને કૌટુંબિક બાબતો પર લક્ષ આપવું જરૃરી માનજો. કાર્યલાભની તક આવી મળે. મકર આપના મનના આવેગો પર કાબૂ રાખજો. ઇચ્છિત ફળ હજુ પાકવાને વાર છે. કુંભ સામાજિક કાર્ય યા અન્ય પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા અંગે પ્રતીક્ષા કરવી પડે. મીન સમયનો સાથ મેળવીને આગળ વધવાના પગથિયાં બનાવી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.