બોલીવુડ એક્ટ્રેસ સોમી અલીએ સલમાન ખાન પર કર્યો ગંભીર આક્ષેપ..

બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલી ફરી એકવાર ચર્ચામાં આવી છે જેમાં સોમી અલીએ તેના સોશ્યલ મીડિયા પર એક નહીં પણ ઘણી પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટ દ્વારા અભિનેત્રીએ સલમાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે સોમી અલીએ સલમાન ખાન વિશે કંઈક કહ્યું હોય અને આ પહેલા પણ સોમી એ આવી પોસ્ટ શેર કરી હતી પણ પછી ડિલીટ કરી દીધી હતી પણ હવે ફરી એક વખત એમને આવી પોસ્ટ શેર કરી છે.

સોમી અલીએ તેની એનજીઓ ‘નો મોર ટિયર્સ’ સાથે પહેલી પોસ્ટ શેર કરી હતી અને તેમાં એમને જણાવ્યું હતું કે માનવ તસ્કરી અને ઘરેલુ હિંસાથી પીડિત લોકો માટે આ એનજીઓ શરૂ કર્યું છે અને પીડિતોને બચાવવા માટે અભિનેત્રીએ 15 વર્ષ સુધી પોતાનું લોહી અને પરસેવો વહાવ્યો અને તે ડિસ્કવરી પ્લસ પર ડોક્યુમેન્ટરી-સીરિઝ તરીકે બતાવવામાં આવ્યું હતું.

આગળ એમને લખ્યું હતું કે ‘નો મોર ટીયર્સ’ કેમ શરૂ થયું તે જણાવવું ખૂબ જ જરૂરી છે. મેં બાળપણથી જ ઘરેલુ હિંસાનો સામનો કર્યો છે. પાંચ વર્ષની ઉંમરે જાતીય શોષણ થયું હતું, પછી નવ વર્ષની ઉંમરે પાકિસ્તાનમાં ઘરના હેલ્પર દ્વારા મારું શારીરિક શોષણ કરવામાં આવ્યું. એ પછી 14 વર્ષની ઉંમરે યુએસમાં બળાત્કાર થયો અને પછી ભારતમાં એ વ્યક્તિએ ઘરેલુ હિંસા કરી, જેની સાથે મેં આઠ વર્ષ સુધી ડેટ કર્યું અને એ વ્યક્તિનું નામ લીધા વિના મેં તેના વિશે વાત કરી છે.

સોમી અલીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે સલમાન ખાન તેના ભારત આવવાનું સૌથી મોટું કારણ છે. 16 વર્ષની ઉંમરે તેને સલમાન પર ક્રશ થઈ ગયો હતો અને તે સલમાન ખાન સાથે લગ્ન કરવા અમેરિકાથી ભારત આવી હતી. સોમીએ કહ્યું કે ‘મારું મન બાળક જેવું હતું’. મોટા પડદા પર ભજવાયેલું પાત્ર વાસ્તવિક જીવનથી સાવ અલગ હતું આ ઉપરાંત અભિનેત્રીએ એમ પણ કહ્યું કે ‘એ વિચારીને દુઃખ થશે કે જ્યારે મેં સત્ય કહેવાની કોશિશ કરી તો લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો. કોઈ સ્ત્રીએ પણ મારો સાથ નહતો આપ્યો.

સોમી અલી કહે છે કે ‘મને રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રાષ્ટ્રપતિ જ્યોર્જ એચડબ્લ્યુ બુશ તરફથી એવોર્ડ મળ્યો હતો તેમજ મારા એનજીઓ માટે મને ઘણી પ્રશંસા મળી હતી અને હજુ પણ તમને લાગે છે કે મારે પબ્લિસિટી સ્ટંટ કરવાની જરૂર છે અને સલમાન મારા કામનો સ્વીકાર કરતા બે રાષ્ટ્રપતિ કરતાં મોટો છે?

સોમી અલીએ આગળ કહ્યું કે ‘સલમાન ખાને ભારતમાં ‘ફાઇટ એન્ડ ફ્લાઇટ’ ડિસ્કવરી સિરીઝ પર પ્રતિબંધ લગાવવા માટે તેનાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હતા અને ઉપરથી ન્યુયોર્કમાં તેના વકીલો હાજર હતા. જેમણે મને ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. જેમાં મને કહેવામાં આવ્યું હતું કે જો હું સલમાન વિરુદ્ધ કંઈ બોલીશ તો તે મને મારી નાખશે. જ્યારે હું મુંબઈમાં હતી ત્યારે સલમાન ખાન મારી સાથે મારપીટ કરતો હતો. મારા ઘરના હેલ્પરે મને રડતાં સાંભળી હતી અને મારી ચીસો સાંભળીને તેણે એમ પણ કહ્યું કે મને મારવાનું બંધ કરો. એ સમયે મારા મેક-અપ આર્ટિસ્ટ અજય શેલારે મારી ગરદન અને અન્ય ઘણી જગ્યાએ ઘા છુપાવવા માટે ફાઉન્ડેશન લગાવવું પડ્યું હતું. જ્યારે હું સ્ટુડિયોમાં જતી ત્યારે પ્રોડ્યુસર તેને જોતાં અને અજયને તેને ઠીક કરવા કહેતા. સોમીએ આગળ લખ્યું કે ‘આ કોઈ બ્રેકિંગ ન્યૂઝ નથી. હું એકલી નથી જેની સાથે સલમાને આ બધું કર્યું છે પણ હું બાકીનાને આમાં સામેલ કરીશ નહીં. ઘણા લોકોએ એફઆઈઆર પણ નોંધાવી છે અને આ સમાચાર 90ના દાયકામાં હેડલાઇન્સ હતી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.