ગુજરાત સરકાર આજે કરોડો વાહનચાલકોના મોઢે સ્મિત આવે તેવા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો રાજ્ય સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો નિર્ણય લીધો છે.
આજે રૂપાણી સરકારે એક પત્રકાર પરિષદ દ્વારા જાહેરાત કરતા રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યા વધી ગઈ છે, જેને કારણે આરટીઓ પર કામનું ભારણ વધી ગયું છે. જેને કારણે વાહનચાલકોના કામ અટવાતા હતા. તેથી વાહનચાલકોના હિતમાં આ ત્રણ નિર્ણયો લેવાયા છે. જેમાં હવે વાહનચાલકો ઘરે બેસીને આરટીઓની અનેક પ્રોસેસ કરી શકશે.
ટ્રાફિકના નવા નિયમ અંગે CM રૂપાણીની પ્રેસ કોન્ફરન્સના મહત્વના અંશો:
રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના નિર્ણય લેવાયા
ચેક પોસ્ટ નાબૂદ, લર્નિગ લાયસન્સ ITIમાં, દંડની રકમ મશીનથી
350 ડિવાઈસ હાલ લેવાયા, RTO અધિકારીઓ પાસે આ ડીવાઈસ રહેશે
શહેર અને ગામના 8 લાખ લોકોને થશે ફાયદો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.