સુરતના સારોલી પોલીસે ઈન્દોરથી ચરસ પહોંચાડવા આવેલા એક વ્યક્તિને પકડી લીધો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 79,250ની કિંમતનો 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ જપ્ત કર્યો હતો અને ચરસ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સારોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક યુવાન ચરસ સાથે સુરત શહેરમાં પ્રવેશી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે આરોપી ફૈઝલ ઉર્ફે સીએનજી મોહમ્મદ સફી ખાનને નિયોલ ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યો હતો. પોલીસને થેલી સાથે 71250ની કિંમતનો 475 ગ્રામ ચરસ મળી આવ્યો હતો અને જેથી પોલીસે તેની ધરપકડ કરી મોબાઈલ ફોન સહિત કુલ રૂ.79,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી ઈન્દોરથી ચરસ પહોંચાડવા આવ્યો હતો. ચરસનો આ બેચ તેને ઈન્દોરમાં રહેતા જાવેદ ઉર્ફે બબલુએ આપ્યો હતો. સુરતમાં રહેતા યાસીન નામના વ્યક્તિએ ફોન કર્યો હતો અને આ બનાવમાં પોલીસે ચરસ મંગાવનાર અને મોકલનાર બંનેને વોન્ટેડ જાહેર કરીને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.