બીએસપીના પૂર્વ મંત્રી યાકુબ કુરૈશી અને તેમના પુત્રની મેરઠ પોલીસે ધરપકડ કરી છે અને યાકુબ કુરૈશી તમજ તેનો પરિવાર છેલ્લા 9 મહિનાથી ગેરકાયદે મીટ પ્લાન્ટની કામગીરીમાં ફરાર હતો. જે બાદ હવે 50,000ના ઈનામી યાકુબ અને તેના પુત્ર ઈમરાનની દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
31 માર્ચ 2021 ના રોજ પોલીસે યાકુબ કુરૈશીની ફેક્ટરી અલ્પાઈન મીટેક્સ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડો પાડ્યો હતો અને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અલ ફહીમ મીટેક્સ પ્રાઈવેટ લિમિટેડમાં મીટ પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. ખરાબ મીટ પેક કરીને વિદેશ મોકલવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરીમાંથી કરોડોનું મીટ જપ્ત કર્યું હતું. જે બાદ યાકુબ કુરૈશી અને તેના પરિવાર સહિત 14 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસમાં તે જ સમયે 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે યાકુબ અને પરિવાર ફરાર થઈ ગયો હતો.
પોલીસે આ પરિવાર વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી અને જે બાદ યાકુબ કુરૈશી પર પહેલા 25,000 અને હવે 50,000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું યાકુબ અને તેનો પુત્ર ઈમરાન કુરૈશી છેલ્લા 9 મહિનાથી ફરાર હતા. પોલીસે અત્યાર સુધીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ યાકુબ કુરેશી અને તેના પરિવારની કરોડોની સંપત્તિ ટાંચમાં લીધી છે. જે બાદ હવે તેની દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસ તેને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરી રહી છે. માનવામાં આવે છે કે, SSP મેરઠ રોહિત સજવાન આ મામલે મોટો ખુલાસો કરવાની તૈયારીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.