વડોદરામાં નશીલા દ્રવ્યો પકડવાના એક પછી એક બનાવ બની રહ્યા છે. અલકાપુરી વિસ્તારમાં ગઈ સાંજે રૂ. સાડા ત્રણ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે પોલીસે બે ડ્રગ્સ પેડલરને દબોચી લીધા હોવાનો બનાવ બન્યો છે અને પોલીસે ડ્રગનું નેટવર્ક ભેદવા માટે બંનેની પૂછપરછ કરતા વડોદરામાં ડ્રગ્સ સપ્લાય કરવાનું પગેરું બિહાર સુધી પહોંચ્યું છે.
વડોદરામાં નશીલા દ્રવ્યોનો મોટો વેપાર ચાલી રહ્યો હોવાની વિગતોને પગલે વડોદરા પોલીસ કમિશનર દ્વારા મિશન ક્લીન હાથ ધરાયું છે અને જે મિશન હેઠળ સ્કૂલોમાં અને કોલેજોમાં વિદ્યાર્થીઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં નશીલા દ્રવ્યોનો મોટો વેપાર ચાલતો હોવાથી ભૂતકાળમાં નાર્કોટિક્સ સેલ અને એટીએસ દ્વારા કરોડોનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે એન્ડ ત્યારબાદ એસઓજી દ્વારા પણ વારંવાર નશીલા દ્રવ્યોના જથ્થા પકડવામાં આવી રહ્યા છે
અલકાપુરી વિસ્તારની માટૅની ગલીમાં એક ગેસ્ટ હાઉસ નજીક ડ્રગ્સની ડિલિવરી આપવામાં આવનાર હોવાની વિગતોને પગલે વડોદરા શહેર એસઓજીની ટીમે વોચ રાખી હતી. આ દરમિયાન પોલીસે યાકુતપુરા વિસ્તારના શાહ નવાજ ઉર્ફે શાનુ સલીમભાઈ શેખ તેમજ તેની સાથે બિહારના અજિમુદ્દીન અન્સારીને ચરસની ડિલિવરી આપતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે શાહ નવાજ ઉર્ફે શાનું પાસે થેલીમાંથી 3 લાખ ઉપરાંતની કિંમતનું 2 કિલો 55 ગ્રામ ચરસ કબજે કર્યું હતું. જ્યારે તેનું સ્કૂટર, વેચાણના રોકડા રૂ.1100 અને મોબાઈલ કબજે કર્યા હતા અને જ્યારે બિહારના અજિમુદ્દીન પાસે રૂ. દોડ લાખ ઉપરાંતની કિંમતનું એક કિલો 24 ગ્રામ ચરસ તેમજ ચોરસના વેચાણના રૂ. 1.60 લાખ અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચરસનો જથ્થો લાવનાર અજિમુદ્દીને કબૂલ્યું હતું કે ચરસનો જથ્થો બિહારના ઈસ્માઈલ ઉર્ફે અલ્લુ શેખ પાસેથી મેળવતો હતો અને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતો હતો જેથી પોલીસે ઈસ્માઈલને વોન્ટેડ જાહેર કરી અને અજિમુદ્દીનની વધુ પૂછપરછ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.