અમદાવાદના ધોળકામાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે, જેમાં 3 બાઇક સવારોના કરૂણ મોત થયા છે અને ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે પલટી મારતા બાઇકને ટક્કર મારતા બાઇક તેની નીચે આવી ગયું હતું, જેમાં બાઇક સવાર પિતા, પુત્ર અને પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે આ અકસ્માત થયો ત્યારે રોડ પર જામ થઈ ગયો હતો અને અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર માટી ભરવાના કામમાં રોકાયેલા ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અકસ્માત બાદ પોલીસે મૃતકના પરિજનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.