દારૂના સેવન અંગે છેલ્લા ઘણા વર્ષોમાં અનેક સ્ટડી થઈ ચૂક્યા છે અને જેમાં અલગ અલગ દાવા પણ કરવામાં આવ્યા છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને દારૂ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. WHO એ દાવો કર્યો છે કે દારૂનું પહેલું ટીપુ પીવાથી કેન્સરનું જોખમ શરૂ થઈ જાય છે અને આ સાથે જ દારૂ પીવાના એવા કોઈ માપદંડ નથી કે કહી શકાય કે કેટલા પ્રમાણમાં દારૂ પીવો તો તે હાનિકારક નથી.
WHO એ હાલમાં જ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં એક નિવેદન પ્રકાશિત કર્યું છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દારૂના વપરાશની વાત આવે ત્યારે એવી કોઈ જ સુરક્ષિત માત્રા નથી જે સ્વાસ્થ્યને પ્રભાવિત ન કરે. નોન કમ્યુનિકેબલ ડિસિસ મેનેજમેન્ટ અને રિજિયોનલ એડવાઈઝર ડો. કેરિના ફેરેરા-બોર્ગેસ કહે છે કે અમે દારૂના ઉપયોગના તથાકથિત સુરક્ષિત લેવલ અંગે કોઈ પણ દાવો કરી શકતા નથી.
સ્ટડીમાં કહેવાયું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી ઓછામાં ઓછા 7 પ્રકારના કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે. જેમાં મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, લિવર કેન્સર, એસોફેગસ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર સામેલ છે અને વાત જાણે એમ છે કે દારૂ કોઈ સામાન્ય પીણું નથી. તે શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલ એક એવો ઝેરી પદાર્થ છે જે દાયકાઓ પહેલા ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર તરફથી સમૂહ 1 કાર્સિનોઝેન તરીકે વર્ગીકૃત કરાયો હતો અને આ સૌથી વધુ જોખમભર્યો છે. તેમાં એસ્બેસ્ટસ અને તમાકું પણ સામેલ છે.
WHO એ પોતાના સ્ટડીમાં દાવો કર્યો છે કે ઈથેનોલ જૈવિક તંત્રના માધ્યમથી કેન્સરનું કારણ બને છે. અર્થ સ્પષ્ટ છે કે દારૂ ગમે તેટલો મોંઘો કેમ ન હોય કે પછી તે ભલે ઓછા પ્રમાણમાં પીવામાં આવે, કેન્સરનું જોખમ પેદા કરે છે અને સ્ટડીમાં કહેવાયું છે કે વધુ દારૂનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ ઘણું વધી જાય છે.
નવા આંકડા દર્શાવે છે કે યુરોપીયન ક્ષેત્રમાં કેન્સરના કારણો પાછળ ફક્ત આલ્કોહોલ જવાબદાર છે. આવામાં એવા લોકો પણ સામેલ છે જેમણે ઓછા પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કર્યું હતું. એટલું જ નહીં દારૂની શોખીન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સમસ્યા પણ જોવા મળી છે અને તેના માટે ફક્ત આલ્કોહોલ જવાબદાર છે. આ સાથે જ યુરોપીયન યુનિયનમાં કરાયેલો એક સ્ટડી ખુલાસો કરે છે કે ત્યાં મોતનું મોટું કારણ કેન્સર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.