ઋષભ પંતને આઈપીએલ નહીં રમવા છતાં શું મળશે પગાર? જાણો શું છે BCCI ના નિયમો.

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત 30 ડિસેમ્બરના દિવસે રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. રિષભ પંતની અગાઉ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. એ પછીથી એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને શુક્રવારે કોકિલાબેન હોસ્પિટલમાં પંતની સર્જરી પણ થઈ હતી.

ઋષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે તે હજુ સુધી કોઈ રીતે ક્લિયર નથી. પરંતુ ગંભીર ઈજાને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે તે આગામી 6 મહિના સુધી મેદાનમાં આવી શકશે નહીં. આ દરમિયાન પંત ચોક્કસપણે આઈપીએલ 2023 અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીને ચૂકી જશે અને આ સાથે એશિયા કપ 2023 અને વન ડે વર્લ્ડકપ રમવું પણ શંકાસ્પદ છે. જો કે, પ્રશંસકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો પંત IPLમાંથી બહાર રહેશે તો શું તેને પગાર મળશે?

આપને જણાવી દઈએ કે IPL 2023માંથી બહાર થયા પછી પણ ઋષભ પંતને પુરો પગાર કહેતાં 16 કરોડ રૂપિયા મળશે. આ સાથે BCCI તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ 5 કરોડ રૂપિયા ચૂકવશે. BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓનો વીમો લેવામાં આવે છે. બીસીસીઆઈના નિયમો અનુસાર ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર રહેવાની સ્થિતિમાં આવા ખેલાડીઓને પુરો પગાર મળે છે અને આખું બિલ IPL ફ્રેન્ચાઈઝીને બદલે વીમા કંપની ચૂકવે છે. પંત 2022-23 માટે BCCIની કોન્ટ્રાક્ટ લિસ્ટના ગ્રેડ-Aમાં છે.

મળતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપક ચહર IPL 2022ની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો, જ્યારે BCCIએ તેને 14 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે દીપક ચહર રમે છે. બીસીસીઆઈના કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓના ગ્રેડ-સીમાં હોવાને કારણે તેને BCCIની વીમા પોલિસીનો લાભ પણ મળ્યો હતો. જો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડી ઈજાના કારણે અડધી સિઝનથી બહાર રહે તો અડધી રકમ બીસીસીઆઈ દ્વારા અને અડધી રકમ સંબંધિત ફ્રેન્ચાઈઝી દ્વારા આપવામાં આવે છે.

ઋષભ પંતનું ઓપરેશન મુંબઈની એક હોસ્પિટલમાં ડૉ.દિનશા પારડીવાલાએ કર્યું હતું. તેમની ઘૂંટણની સર્જરી ખૂબ જટિલ હતી કારણ કે તેમાં અગ્રવર્તી ક્રુસિએટ લિગામેન્ટ અને મેડિયલ કોલેટરલ લિગામેન્ટ્સની સર્જરી સામેલ હતી અને લિગામેન્ટ સર્જરી બાદ રિષભ પંતને થોડા દિવસો પછી ઘૂંટણની નિયમિત કસરત કરવાની જરૂર પડશે. બીજી તરફ પંત બહાર રહેવાની સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સે IPL 2023 માટે કેપ્ટન પણ શોધવો પડશે. આ રેસમાં ડેવિડ વોર્નર સૌથી આગળ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.