હૃતિક રોશન 49 વર્ષે બીજી વાર લગ્ન કરે તેવી સંભાવના છે અને તેણે તેની નવી ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હોવાનું કહેવાય છે. સબા હૃતિક કરતાં 12 વર્ષ નાની છે. હૃતિકનાં પહેલી પત્ની સુઝાનથી થયેલા બે પુત્રો ઋહાન તથા ઋદાને પણ સબાને પરિવારમાં સ્વીકારી લીધી છે અને તેઓ બધા હમણા સાથે વેકેશન માણવા પણ ગયા હતા. હૃતિકના તમામ ફેમિલી ગેટ ટૂ ગેધરમાં પણ સબા હાજર હોય છે.
હૃતિક સબા સાથે શિફ્ટ થવા માટે બે એપાર્ટમેન્ટ પર લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું રિનોવેશન કરાવી રહ્યો છે. ત્રણ ફ્લોરમાં ફેલાયેલો આ ત્રિપ્લેક્સનો એરિયા લગભગ ૩૮ હજાર સ્કે.ફૂટ હોવાનુ કહેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.