હિંદી ફિલ્મોમાં સફળતા મેળવવામાં ફ્લોપ ગયેલી પણ સાઉથમાં તમિલ ફિલ્મોમાં જાણીતી બનેલી તમન્ના ભાટિયાએ હવે મલયાલમમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે અને તમન્ના મલયાલમમાં બાન્દ્રા નામની ફિલ્મમાં કામ કરવાની છે. તેમાં તે એક અભિનેત્રીનું પાત્ર ભજવશે.
ફિલ્મનું શૂટિંગ જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, ઉદયપુર, જયપુર, આગ્રા અને મુંબઇમાં કરવામાં આવશે. તમન્ના વર્ષોથી છૂટછવાઈ હિંદી ફિલ્મોમાં કામ કરી રહી છે પરંતુ હજુ સુધી તેને કોઈ યાદગાર રોલ મળ્યો જ નથી અને બબલી બાઉન્સર જેવી તેની ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ તેની પણ કોઈને ખબર પડી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.