વડોદરાની પારુલ યુનિવર્સિટી હંમેશા અનેક વિવાદોમાં સદા ઘેરાયેલી રહે છે અને વિદ્યાર્થીઓનો વિવાદ હોય કે પછી પારુલ યુનિવર્સિટીના માલિકનો મામલો હોય પણ પારુલ યુનિવર્સિટીમાં કંઈક ને કૈક કાંડ થતાંજ રહ્યા છે.
આ બધા વચ્ચે પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાછળથી ત્યજી દેવાયેલું ભ્રુણ મળી આવવાની ઘટનાએ ભારે ભારે ચકચાર જગાવી છે,સાથે જ અનેક સવાલો પણ ઊભા કર્યા છે અને અહીં ગર્લ્સ હોસ્ટેલ હોય કોણે ભ્રૂણ ત્યજી દીધું હશે તે મામલે રહસ્ય સર્જાયું છે.
જે રીતે વાત સામે આવી છે તેમાં યુનિવર્સિટીની હોસ્ટેલ પાછળથી મળેલું ભ્રુણ એક પ્લાસ્ટીકની કોથળીમાં હતુ જે લગભગ 5થી 6 મહિનાનું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મતલબ કે અધુરા મહિને ગર્ભપાત કરીને ગર્ભનો નિકાલ કરાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. આ કેસમાં ડોગ સ્કવોડ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ થઈ ગઈ છે અને હોસ્ટેલની પાછળના ભાગે બાગમાં કોઈ પ્લાસ્ટીકની બેગમાં ભ્રુણ ફેંકી ગયું ગયાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
વાઘોડિયા પોલીસ દ્વારા આ ભ્રુણ પાછળની હકીકત શું છે તેની માતા કોણ છે ?વગરે મુદ્દે તપાસ હાથ ધરી છે અને ત્યારે અગાઉ પણ ‘સેક્સ’મામલે ગાજેલી પારુલ યુનિ ફરી વિવાદમાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.