સુરતના એમ્યુઝમેન્ટ પાર્ક ‘છબ છબ’ ને રૂ.157 કરોડ રૂપિયાની રિકવરી માટેની નોટિસ ફટકારવામાં આવી છે જેમાં
સુરતના હજીરા નજીક દામકામાં ગૌચરની જમીન સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક માટે ભાડા પટે આપી હતી જેના ઉપર છબ છબા છબ પાર્ક ઉભો કરી સંચાલકોએ ધંધો જમાવી કમાણી કરવાનું શરૂ કર્યું હતું પણ સામે કન્વર્ઝન ટેક્સ સહિત ભાડાની ચૂકવણી નહીં કરવામાં આવતા રૂ.48 કરોડ રૂપિયાના વ્યાજ સહિત રૂ.157 કરોડ સરકારી લેણા બાકી નીકળતા હોવાનું મહેસુલ વિભાગના ઓડિટમાં બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને આ જય ફન પાર્ક પ્રાઈવેટ લિમિટેડના સંચાલકો દ્વારા કન્વર્ઝન ટેક્સ સહિતનું સરકારી ચુકવણું કરવામાં આવ્યું નથી અને મહેસુલ વિભાગ દ્વારા ઓડિટ હાથ ધરવામાં આવતાં આ ઘટસ્ફોટ થયો હતો.
વિગતો મુજબ ચોર્યાસી તાલુકાના દામકા ગામમાં આવેલી અને સર્વે નં. 116/થી નોંધાયેલી ગૌચરની 13 લાખ ચોરસ મીટર જમીન પૈકી અંદાજે 6.74 લાખ ચોરસ મીટર જમીન જય ફન પાર્ક લિમિટેડને વર્ષ 1995માં ગુજરાત સરકાર દ્વારા 30 વર્ષના ભાડા પટે ફાળવવામાં આવી હતી અને આ જમીનનું ભાડુ દર સાત વર્ષે રિવાઇઝ્ડ કરવાની શરતે જય ફન પાર્કના સંચાલકો દ્વારા આ જમીન ઉપર છબ છબા છબના નામે વોટર પાર્ક શરૂ કરી દેવામાં આવ્યો હતો પરંતુ સરકારી ચુકવણું નહિ કરતા આખરે એમ્યુઝમેન્ટ પાર્ક ‘છબ છબ’ ના સંચાલકો ને રૂ.157 કરોડ રૂપિયાની રિકવરી માટેની નોટિસ ફટકારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.