દેવગઢબારિયામાં દારૂના અડ્ડા પર પોલીસના દરોડા દરમ્યાન ઘર્ષણ, પોલીસ અને બુટલગરો વચ્ચે થયું ફાયરીંગ

ગુજરાત રાજ્યના દેવગઢ બારિયામાંથી ચોંકવાનારા અને મહત્વના અહેવાલ સામે આવ્યા છે.જેમાં દેવગઢ બારિયાના ધાનપુરમાં દારૂની રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરે હિચકારો હુમલો કર્યો હતો અને ઉલ્લેખનીય છે કે આ હુમલો કુખ્યાત બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હોય તેવી સ્ટેટ મોનિટરિંગ સેલને શંકા છે અને ઘટનાની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મળતા અહેવાલ પ્રમાણે આ ઘર્ષણમાં સામ સામે 12 રાઉન્ડ ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ LCB અને SOG પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસ અને બુટલેગરો વચ્ચે સીધું ઘર્ષણ થયું હતું જેમાં રાત્રિના 12 કલાકે સ્ટેટે વિજીલનસની ટીમે બાતમીના આધારે બુટલેગરના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા અને તે દરમ્યાન બુટલેગરોએ અચનાક ફાયરીંગ શરૂ કરી દીધું હતું, તો બીજી તરફ વળતા જવાબમાં પોલીસે પણ ફાયરીંગ શરૂ કર્યું હતું. પોલીસે દરોડા દરમ્યાન મોટા પ્રમાણમાં દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો.

રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે છત્તાં છાસવારે દારૂ ઝડપાતો રહે છે. આ અંતર્ગત પોલીસને બાદમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે અને આ માહિતીના આધારે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલે મધરાત્રિથી વોચ ગોઠવી હતી.

બુટલેગરો દ્વારા વિઝિલન્સની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બનાવની જાણ પોલીસને થતાં પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.