ફતેહાબાદની ફાસ્ટ ટ્રેક કોર્ટે જલેબી બાબા સેક્સ સ્કેન્ડલ કેસમાં દોષી બિલૂરામ ઉર્ફે અમરપુરીને 14 વર્ષની સજા ફટકારતા દોષી બાબા ચોધાર આંસુએ રડી પડ્યાં હતા અને રહેમની ભીખ માગવા લાગ્યા હતા અને જલેબી બાબા તરીકે ઓળખાતા અમરપુરીને નશીલી ચા પીવડાવીને 120થી વધુ મહિલાઓ જેમાં સગીર પણ સામેલ છે એ સાથે રેપ કરવાના ગુનામાં દોષી ઠેરવાયો છે. મહિલાઓ સાથે બાબાના 120થી વધુ અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. આ કેસમાં 6 પીડિતાઓ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થઈને બાબાની પાખંડલીલા ખૂલ્લી પાડી હતી.
19 જુલાઈ, 2018ના રોજ હરિયાણાના ટોહાનામાં એક બાતમીદારે સ્ટેશન હાઉસ ઓફિસર પ્રદીપ કુમારના મોબાઈલમાં જલેબી બાબાનો અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. આ પછી પોલીસે તેને પકડી લીધો હતો અને તેના કબજામાંથી 120 વીડિયો મળ્યા હતા અને જેમાં તે મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો હતો.
પૂછપરછ દરમિયાન જલેબી બાબાએ જણાવ્યું હતું કે, તે તેની પાસે આવતી મહિલાઓને લલચાવતો હતો, ડ્રગ્સ આપતો હતો અને તેમની સાથે ઘૃણાસ્પદ કામ કરતો હતો અને તેના મોબાઈલમાંથી વીડિયો બનાવતો હતો અને બાદમાં તે તેમને બ્લેકમેઈલ કરતો હતો. તેમની પાસેથી પૈસા પડાવો. બદનામ થવાના ડરથી મહિલાઓ કોઈને કશું કહી શકતી ન હતી.
બિલૂરામ ઉર્ફે અમરપુરી 20 વર્ષ પહેલા ટોહાના આવ્યો હતો અને ત્યાં તેણે જલેબીની દુકાન શરુ કરી હતી જ્યાં 10 વર્ષ સુધી જલેબીનો ધંધો સારો ચાલ્યો હતો. પરંતુ પછીથી તે તાંત્રિક બન્યો હતો અને અહિંથી તેણે મહિલાઓને ફસાવવાનું શરુ કર્યું હતું. મહિલાઓ પણ પોતાના દુખ લઈને બાબા પાસે આવતી અને બાબા તેમને નશીલી ચા પીવડાવીને તેમની સાથે કુકર્મ કરતો અને પછી વીડિયો ઉતારી લઈને તેમને બ્લેકમેલ કરતો અને પૈસા પડાવતો. અત્યાર સુધીમાં બાબાએ સગીરાઓ સહિત 120થી વધુ છોકરીઓ સાથે કુકર્મ કર્યું છે અને તેમના વીડિયો બનાવ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.