રાજ્યમાં લોકો જેવું વેકેશન પડે કે દીવ કે ગોવા કે માઉન્ટ આબુ દારૂ પીવા માટે જતા રહેતા હોય છે. પરંતુ ગોવા દારૂ પીવા જતા લોકો માટે સૌથી મોટા આંચકાજનક સમાચાર છે. ગોવામાં પ્રવાસીઓ ખુલ્લામાં દારૂ ઢીંચીને છાકટા બનતા હોવાથી રાજય સરકારે પ્રવાસી વ્યાપાર કાયદામાં મોટા ફેરફાર કર્યો છે. જેથી હવે ગોવામાં ખુલ્લેઆમ દારૂ પીતા શોખીનો જોવા મળશે નહીં.
હંમેશાં માટે દારૂના શોખીનો માટે ગોવા, દીવ-દમણ અને આબુ એમ 3 ફેવરિટ સ્થળો છે. ગોવા ખર્ચો વધુ થતો હોવાથી લોકો આબુ અને દીવ પસંદ કરતા હોય છે. હવે ડિસેમ્બર મહિનો નજીક છે, ત્યારે ગુજરાતીઓ ડિસેમ્બરમાં મન મૂકીને દારૂ પીવા માટે ગોવા જાય છે. ગોવાએ રમણિય પ્રદેશ છે. જ્યાં સરકાર દ્વારા અપાતી છૂટોને પગલે ગોવામાં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટે છે. ગોવાએ દરિયાઈ બીચોને પગલે ફેમસ છે. જ્યાં બીચ પર લોકો મનમૂકીને દારૂની પાર્ટીઓ કરતા હોય છે.
હવે એ શક્ય નહીં બની શકે કારણ કે સરકાર હવે એક નવો કાયદો લાવવા જઈ રહી છે. જો અમલમાં મૂકાયો તો તમે ગોવામાં બીચ પર કે ખુલ્લામાં દારૂ નહીં પી શકો. જો દારૂ પીતાં પકડાયા તો પોલીસ તમને 2 હજારથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.
ગોવાના એક જાણીતા બીચ પર હવેથી ખુલ્લામાં દારૂ પી શકાશે નહીં. હાલમાં મોરઝિમ બીચ પર દારૂ પીધેલા બે પર્યટકો ડૂબી જવાના કારણે ગોવા સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે કે હવે કોઇ પણ ટૂરિસ્ટ બીચ પર દારૂ પી શકશે નહીં. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવતે જણાવ્યું કે, બીચ પર વધારાની પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી લોકો દારૂ પીને સ્વિમિંગ ના કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.