ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા અનેક લોકો માટે સજા પણ બની છે. દર વર્ષે દોરીથી ઈજા થવાની અને ધાબેથી પડી જવાની ઘટનાઓ બને છે જેમાં આ વખતે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે ધાબેથી પડી જવાના 251 કેસ નોંધાયા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 60 કેસ નોંધાયા અને સુરતમાં 27 તેમજ રાજકોટમાં 21 કેસ નોંધાયા. રાજ્યમાં દોરીથી અકસ્માત થવાના 95 કેસ નોંધાયા. તો રોડ એક્સીડન્ટના 687 કેસ નોંધાયા જેમાં અમદાવાદ અને સુરતમાં 92-92 કેસ નોંધાયા હતા.
ધાબેથી પડી જવાના ૨૫૧ કેસ નોંધાયા અને અમદાવાદમાં સૌથી વધુ ૬૦ કેસ ધાબેથી પડી જવાના સુરતમાં ૨૭, રાજકોટમાં ૨૧ કેસ
ગુજરાતમાં મકરસંક્રાંતિના તહેવારમાં સવારથી જ પતંગ રસિયાઓ પતંગ ઉડાવવા માટે ધાબે પહોચી જતા હોય છે. અને આ તહેવાર ધામધૂમથી ઉજવવા તલપાપડ હોય છે અને વહેલી સવારથી જ લોકો પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી જતા હોય છે તો આ બાજુ સાંજ પડતાં જ આકાશમાં રંગબેરંગી પતંગો સાથે ફટાકડાના કલરફુલ આતશબાજીથી છવાયેતુ જોવા મળ્યુ હતું તેમજ આજે સવારથી આકાશ આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું જોવા મળ્યું હતું અને સાંજે આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.