મલ્લિકા શેરાવતે હાલમાં જ સોશિયલ મીડીયા પર બિકીનીમાં ફોટા શેર કર્યા છે અને જે બાદ અભિનેત્રી તેની બિકીનીના રંગને કારણે ટ્રોલ થવા લાગી હતી. આ તસવીરોમાં અભિનેત્રીએ કેસરી રંગની બિકીની પહેરી છે.
46 વર્ષની મલ્લિકા શેરાવત ભલે હવે ઓછી ફિલ્મો કરે છે, પરંતુ ચાહકોના એક્સાઈટમેન્ટ જાળવી રાખવા માટે અવારનવાર એવા ફોટા શેર કરે છે કે તે સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. પરંતુ કેટલીકવાર તેના રિવીલિંગ ડ્રેસ તેના માટે સમસ્યા બની જાય છે. આવું જ કંઈક આ વખતે પણ બન્યું હતું, જ્યારે મલ્લિકા શેરાવત બિકીની પહેરીને પૂલમાં ચિલ કરતી જોવા મળી હતી. ફોટામાં અભિનેત્રી કેસરી રંગની બિકીનીમાં જોવા મળી હતી અને આ પછી અભિનેત્રી ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ અને દીપિકા પાદુકોણની કેસરી બિકીની બાદ હવે મલ્લિકા શેરાવતને તેની બિકીનીના રંગને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે.
મલ્લિકા શેરાવત આ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રી આ તસવીરોમાં પૂલની અંદર છે અને ખૂબ જ આનંદ કરતી જોવા મળે છે અને આ ફોટોઝમાં મલ્લિકા એક કરતા વધારે કિલર પોઝ આપી રહી છે અને ફેન્સના ધબકારા વધારતી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.