તમિલનાડુના કાંચીપુરમની બહારના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટનામાં, એક 19 વર્ષની કોલેજીયન યુવતી પર તેના બોયફ્રેન્ડની સામે પાંચ શખ્સોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો જેમાં શુક્રવારે પાંચેય આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને આ ઘટના ગુરુવારે રાત્રે બેંગલુરુ-પુડુચેરી આઉટર રિંગ રોડ નજીક એક નિર્જન સ્થળે બની હતી.
પ્રેમીને છરી બતાવી બંધક બનાવી દુષ્કર્મ આચર્યું આ ઘટનામાં ગુનેગારોએ પ્રેમીને ચાકુના ઈશારે બંધક બનાવીને યુવતીને તેની નજર સામે થોડે દૂર ખેંચી હતી અને પાંચેય જણાએ તેની સાથે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને પછી ફરાર થઈ ગયા હતા. સાંજે 7 વાગ્યાની આસપાસ સ્થળ પર દારૂ પી રહેલા બે આરોપીઓએ આ પ્રેમી યુગલને જોયો હતો અને આ પછી બંને સાથે વધુ ત્રણ લોકો જોડાયા. બળાત્કાર બાદ દંપતી કોઈક રીતે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયું હતું અને પરિવારજનોને આ અંગે જાણ કરી હતી જેમાં યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધપાત્ર વાત એ છે કે જે જગ્યાએ આ ઘટના બની છે અને ત્યાં અવારનવાર સ્થાનિક અસામાજિક તત્વોનો જમાવડો હોય છે જેઓ દારૂનું સેવન કરે છે અને આવી અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. કાંચીપુરમનું સાઈટ ટાઉન રાજ્યની રાજધાની ચેન્નાઈથી 85 કિમી દૂર આવેલું છે. આ સંદર્ભે કાંચીપુરમના નાયબ પોલીસ અધિક્ષક પી. જુલિયસ સીઝરે મીડિયાને જણાવ્યું કે જો છોકરી વિરોધ કરશે તો આરોપીએ બંનેને મારી નાખવાની ધમકી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.