વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો. સમિટ સિવાય તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય મુલાકાત કરી હતી. મોદીએ બ્રાઝિલમાં ભારતીયોને વીઝા મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય વિશે રાષ્ટ્રપતિ બોલ્સોનારોનો આભાર માન્યો હતો. તે સાથે જ મોદીએ તેમને 2020માં ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેને બોલ્સોનારોએ સ્વીકારી લીધું છે.
વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે બિઝનેસ ડેલિગેશન સાથે આવશે. તેઓ અહીં અંતરિક્ષ અને રક્ષા ક્ષેત્રે સહયોગમાં સમજૂતી કરાર કરે તેવી શક્યતા છે.
મોદી આ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે વેપાર, સુરક્ષા અને સંસ્કૃતિ જેવા મુદ્દે ચર્ચા થઈ હતી. પુતિને મોદીને આગામી વર્ષે મોસ્કોમાં થનારી વિક્ટ્રી ડે સેલિબ્રેશનમાં આમંત્રણ આપ્યું હચું. આ વિશે મોદીએ ખુશી વ્યક્ત કરીને આ આમંત્રણ સ્વીકારી લીધુ છે. પુતિને કહ્યું કે, તેમની મોદી સાથે આ એક વર્ષમાં ચોથી વખત મુલાકાત થઈ છે. આ મુલાકાતોના કારણે જ ભારત-રશિયા સાથેના સંબંધો સારા બન્યા છે. બંને વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 17 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.