હોટલના રૂમમાં પ્રવેશ કરતા પહેલા જ કરો આ 5 કામ, નહીં તો જીવનભર પડશે પસ્તાવવું..

ટુરિઝમ સેક્ટરમાં આવી રહેલી તેજીને કારણે લોકોનું ફરવાનું ઘણું વધી ગયું છે. લોકો ક્યાંક બહાર ફરવા જાય ત્યારે અગાઉથી હોટેલ બુક કરાવી લે છે, જેથી તેમને પાછળથી ચિંતા ન કરવી પડે અને હોટેલોમાં બજેટથી લઈને લક્ઝરી કેટેગરીમાં પણ મળે છે, જેને તમે તમારા બજેટ પ્રમાણે બુક કરી શકો છો. જો કે, કેટલીકવાર હોટલમાં જવું લોકો માટે ખરાબ સ્વપ્ન સમાન બની જાય છે અને તેમને પાછળથી પસ્તાવો કરવો પડે છે. આજે અમે તમને ઘણી મહત્વપૂર્ણ ટિપ્સ જણાવીએ છીએ અને જેનો ઉપયોગ કરીને તમે હોટલમાં સુરક્ષિત રહી શકો છો.

 

હોટેલમાં સૌથી મોટો ખતરો ખાનગી પળોના રેકોર્ડિંગ સાથે જોડાયેલો છે. આ માટે, તમે રૂમમાં પ્રવેશતાની સાથે જ, સૌ પ્રથમ કાળજીપૂર્વક તેના બલ્બ, ઘડિયાળ, ટીવી, રિમોટ કંટ્રોલ, પંખો, બાથરૂમ સહિત દરેક વસ્તુને ચેક કરો. રૂમમાં કોઈ છુપાયેલ કેમેરા છે કે કેમ તે તપાસવા માટે,તમે રૂમમાં અંધારું કરો અને તમારા મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરો અને જો તમે ક્યાંકથી બ્લુ લાઈટ આવતા જુઓ તો સમજો કે ત્યાં કોઈ ખુફિયા કેમેરા છુપાયેલો છે.

 

રૂમમાં પ્રવેશ્યા પછી, બીજું કામ તમારે બાથરૂમનું ચેકિંગ કરવું જોઈએ. ઘણી વખત હોટેલના હાઉસકીપિંગ સ્ટાફ રૂમના બાથરૂમ અને ટોઇલેટને યોગ્ય રીતે સાફ કરતા નથી, જે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. જેના કારણે તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. બાથરૂમની સફાઈ ચેક કરવા માટે, તમે તેના ફ્લોર પર એક મગ ગરમ પાણીનો છંટકાવ કરો અને જો કોઈ છંટકાવની પ્રતિક્રિયા ન હોય તો તેનો અર્થ છે કે ફ્લોર સાફ છે અને જો ગરમ પાણી ઢોળવાથી ગંદકી દૂર થાય છે એ તો તેનો અર્થ એ કે તે યોગ્ય રીતે સાફ કરવામાં આવ્યુ નથી.

 

તમે તમારા રૂમમાં પલંગ પર પડેલા ગાદલાની ચાદર, બ્લેંકેટ અને તકિયાના કવર તપાસો. હોટેલમાં પ્રવાસીઓની રોજીંદી અવરજવરને કારણે ઘણી વખત સફાઈ કામદારો રૂમની ચાદર અને ધાબળા સાફ કરવામાં બેદરકારી કરી દે છે અને જો તમને આ વસ્તુઓ ગંદી લાગતી હોય, તો હોટલના સ્ટાફને તેને તાત્કાલિક બદલવા માટે કહો અને સ્વચ્છતા સાથે કોઈ કોનમ્પ્રોમાઈઝ કરશો નહીં. આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

 

હોટલના રૂમમાં એસી અને ટીવી હોવું સામાન્ય છે. રૂમમાં આવતા હજારો પ્રવાસીઓ તેનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમના રિમોટ કંટ્રોલમાં ઘણા પ્રકારના જર્મ્સ અને બેક્ટેરિયા છુપાયેલા હોય છે, જે તમને બીમાર કરી શકે છે. જો તમે રૂમનું ટીવી-AC ચલાવવા માંગો છો, તો તેનો ઉપયોગ કરતા પહેલા તેના રિમોટ કંટ્રોલ પર હળવું સેનિટાઈઝર છાંટી લો અને આ સાથે જ, સેનિટાઈઝરનો છંટકાવ કરીને તમારા હાથને પણ સાફ કરો.

 

હોટેલોમાં, ગેસ્ટને પાણી પીવા માટે સ્ટીલનો મગ અથવા ગ્લાસ આપવામાં આવે છે. તમે તેનો ઉપયોગ કરતા પહેલા બંનેની સ્વચ્છતાના ચકાસણી કરી લેવી જોઈએ. જો તમને કોઈપણ વાસણો પર કોઈ નિશાન અથવા ડાઘ દેખાય, તો હોટેલ સ્ટાફને તેને તાત્કાલિક બદલવા માટે કહો. કાચ-મગ સાફ દેખાતા હોય તો પણ તેનો ઉપયોગ કરતા પહેલા તેને અવશ્ય ધોઈ લો આવું કરવાથી તમે કોઈ અજાણી બીમારીનો શિકાર થવાથી ઘણી હદ સુધી બચી જશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.