મોરબી જિલ્લામાં દારૂ, ગાંજો, અફીણ વગેરે નશીલા પદાર્થનું વેચાણ થાય છે તેની સાથોસાથ એમડી ડ્રગ્સનું પણ વેચાણ કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે અને હાલમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે ફેક્ટરીમાં ઓરડી ભાડે રાખીને રાજસ્થાની શખ્સ રહેતો હતો ત્યાં રેડ કરી હતી અને ત્યારે તેની પાસેથી 136 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 13.62 લાખની કિંમતના એમડી ડ્રગ્સને કબજે કરેલો છે અને રાજસ્થાની શખ્સની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી જિલ્લામાં ધીમેધીમે કરતાં માંગો તે નશીલો પદાર્થ મળે તેવી પરિસ્થિતી હાલમાં જોવા મળી રહી છે તેવામાં મોરબી જિલ્લામાં હવે એમડી ડ્રગ્સ પણ મળતું હોવાનું સામે આવ્યું છે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હોય તેવું ચર્ચાતું હતું તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમના પી.આઈ દીપક ઢોલને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં રેડ કરી હતી અને ત્યારે રૂમમાંથી 136.20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક રાજસ્થાની શખ્સને ઝડપી પડેલ છે અને તેની પાસેથી 13.62 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.
હાલમાં પોલિસે આપેલ માહિતી મુજબ ભાયાતી જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીની ઓરડીમાં રૂમ ભાડે રાખનાર શખ્સ 136.20 ગામ એમડી ડ્રગ્સ સાથે મળી આવેલ છે જેથી પોલીસે ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી જાતે જાટ (37) રહે. બાડમેર રાજસ્થાન વાળાની પાસેથી 13.62 લાખનું ડ્રગ્સ, 50.500 રોકડા, વજન કાંટા બે, એક મોબાઈલ આમ કુલ મળીને 14,18,500 નો મુદામાલ કબજે કરેલ છે અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, આ શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેરમાંથી લઈને આવેલ છે અને જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો, અફીણ સહિતના નસીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હતું તેની સાથો સાથ હવે એમડી ડ્રગ્સ પણ મોરબી જીલ્લામાં મળવા લાગ્યું છે ત્યારે વાંકાનેર તાલુકામાંથી એમડી ડ્રગ્સ સાથે જે શખ્સ પકડાયો છે તે ખરેખર કોની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો છે અને કોને કોને આપે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને મોરબી જિલ્લાના યુવાનોને નશીલા પદાર્થથી દૂર રહેવા માટે પોલીસે અપીલ કરી છે અને સાથોસાથ આવા નશીલ પદાર્થ અંગેની કોઈ પણ બાતમી હોય તો પોલીસને આપવા માટે અપીલ કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.