સોમનાથમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથમાં 1 લાખથી વધુ શિવભક્તોએ ઓનલાઈન બિલ્વપત્ર પૂજા કરી છે. ભક્તો ઘરે બેસીને મહાદેવના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
News Detail
સોમનાથમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથમાં 1 લાખથી વધુ શિવભક્તોએ ઓનલાઈન બિલ્વપત્ર પૂજા કરી છે. ભક્તો ઘરે બેસીને મહાદેવના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
માત્ર 21 રૂપિયાની રાશિ સાથે કોઈ પણ ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકે છે
સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ બિલ્વપુજા સેવાનો પ્રારંભ તાજેકતરમાં જ કરાવ્યો હતો. માત્ર 21 રૂપિયાની રાશિ સાથે કોઈ પણ ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ રીતે ભાવી ભક્તો પૂજા નોંઘાવી શકે છે
આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી હતી. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાય છે.
સવારે 4 વાગ્યાથી 42 કલાક ભક્તો માટે મંદિર રહેશે ખુલ્લુ
આ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે.
સોમનાથ દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ગીર સોમનાથમાં ઉમટી પડી હતી. દૂર દૂરથી ભક્તો સૌરાષ્ટ્રમાં આવી પહોંચ્યા છે કેમ કે, બીજી તરફ જૂનાગઢની અંદર ભવનાથનો પણ મેળો ચાલી રહ્યો છે. ત્યારે બમ બમ ભોલેના નાદની ગૂંજ સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. સોમનાથમાં શિવરાત્રિ પર્વ પર મોટી સંખ્યામાં લોકો પૂજા માટે આવતા હોય છે. ત્યારે સોમનાથ અને જૂનાગઢમાં વિશેષ ટ્રેન પણ રાજકોટથી દોડાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.