રાજકોટથી આવતી ૩ કરોડથી વધુનું ચાંદી ભરેલ બોલેરોને ૩ કારમાં સવાર ૮-૧૦ લૂંટારાઓ લૂંટી ગયા
News Detail
રાજકોટથી રુા.3.88 કરોડની ચાંદી ભરેલો બોલેરો પીકઅપ અમદાવાદ એરપોર્ટ પહોચે તે પહેલાં સાયલા પાસે ત્રણ કારમાં ઘસી આવેલા આઠ થી દસ જેટલા શખ્સોએ બોલેરોના ચાલક અને ક્લિનર પર હુમલો કરી 1400 કિલો ચાંદીની દિલ ધડક લૂંટ ચલાવી ભાગી ગયાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા રાજયભરની પોલીસને એલર્ટ કરી નાકાબંધી કરાવી છે. આ અંગેની પોલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારના રણછોડનગર શેરી નંબર 4માં આવેલા એન.એન.લોજીસ્ટના નામે ન્યુઝ એર સર્વિસ નામની પેઢી દ્વારા જુદા જુદા વેપારીનું મોટી રકમનું ચાંદી દરરોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મોકલવામાં આવે છે. આ નિત્યક્રમ મુજબ રાજકોટના અમિત અને ત્રિવેણી બોલેરો પીકઅપમાં રુા.3.88 કરોડની કિંમતના 1400 કિલો ચાંદીના ઘરેણા લઇને અમદાવાદ એરપોર્ટ જવા નીકળ્યા હતા. બોલેરો પીકઅપ રાજકોટથી સાડા નવ વાગે નીકળ્યા બાદ રાત્રે સાડા અગીયાર કલાકે સાયલા નજીક પહોચ્યા ત્યારે ત્રણ કારમાં આવેલા આઠથી દસ જેટલા લૂંટારાઓએ બોલેરો પીકઅપને આંતરી અમિત અને ત્રિવેણીને બંધક બનાવી માર મારી કારમાંથી ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી અમિત અને ત્રિવેણીને લીંબડી નજીક કારીયાણી કામ પાસે છોડીને ભાગી ગયા હતા. લૂંટનો ભેદ ઉકેલવા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર એસપી હરેસ દુધાત, ડીવાયએસપી એચ.પી.દોશી, મુંધવા અને એલસીબી સ્ટાફ દ્વારા નાકાબંધી કરાવી સઘન તપાસ હાથધરી છે. લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણઈ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.