રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે, ઠાકોર સમાજના લોકો જ અલ્પેશ ઠાકોરના વિરોધમાં સાંતલપુર તાલુકાના કોરડા ગામે એકઠાં થયા છે. ઠાકોર સમાજના મોભી અને ભાજપના પાયાના કાર્યકર મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કરી ઠાકોર સમાજે સમર્થન આપ્યું છે. આટલું જ નહીં લોકો ફાળો ઉઘરાવી મગનજી ઠાકોરને જીતાડવા મક્કમ બન્યાં છે. રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજના મત ઉમેદવારની હાર જીત નક્કી કરતા હોય છે. ત્યારે ઠાકોર સમાજે મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કરતાં અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે છે.
- રાધનપુરની પેટાચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને જીતાડવાનો મુદ્દો ગરમાયો
- હજારોની સંખ્યામાં ઠાકોર સમાજ થયો ભેગો
- મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર તરીકે ઠાકોર સમાજે કર્યા જાહેર
- લોક ફાળો ઉઘરાવી મગનજી ઠાકોરને જીતાડવા ઠાકોર સમાજ બન્યો મક્કમ
- રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજ છે હુકમ નો એક્કો
- મગનજી ઠાકોરની અપક્ષ ઉમેદવારી સર્જી શકે છે અલ્પેશ ઠાકોર માટે મુશ્કેલી
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત બાદથી જ અલ્પેશને જાણે કે ઓરતા અધૂરા રહી ગયા હોય એમ મંત્રી પદ તો ઠીક પણ ચૂંટણી ક્યારે લડવી તેને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાઈ ગયો છે. ભાજપના આંતરિક વર્તુળમાં એવી ચર્ચા છે કે રાધનપુર અને બાયડ બેઠક પર દબાણ વધારતી સ્થિતિનું નિર્માણ થયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 7 સીટમાંથી 4 પર જ પેટા ચૂંટણીઓ જાહેર કરી છે. ત્યારે મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોર માટે તો જાણે કે આઘાતજનક સમાચાર હોય એમ રાધનપુરમાં સન્નાટો છવાઈ ગયો છે. જે પ્રમાણે પેટા ચૂંટણીની જાહેરાત થતા જ અલ્પેશના મંત્રી બનવાના સપનાની વાત તો દુરની છે પરંતુ હવે ચૂંટણી ક્યારે લડશે તેને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાઈ ગયો છે.
અલ્પેશ માટે પડતા પર પાટુની સ્થિતિ
રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી છે કે રાધનપુર અને બાયડ બેઠક પર દબાણ લાવવા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ સ્થિતિ અલ્પેશ ઠાકોર માટે પડતા પર પાટું સમાન છે. જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે તેનાથી અલ્પેશ ઠાકોર બઘવાઈ ગયો હોય એમ ભાજપ મોવડી મંડળ સાથે સતત સંપર્ક કરી રહ્યો છે. સાતમાંથી 4 બેઠક પર જ પેટા ચૂંટણી જાહેર થતા ભાજપના આંતરિક વર્તુળો જ એવી ચર્ચા કરી રહ્યા છે કે આ સ્થિતિ અલ્પેશ ઠાકોર માટે નુકશાનકારક રહેશે. કારણ કે અત્યારે જે માહોલ બન્યો છે એવી સ્થિતિ બાદમાં જોવા ન પણ મળી શકે.
તો ચૌધરી મતદારોને રિઝવવા આકરૂ કામ
તો બીજી તરફ થરાદ બેઠક પર ચૂંટણી લડવા માટે શંકર ચૌધરી જો અત્યારે મેદાને આવી જશે તો જ્યારે રાધનપુર, બાયડ અને મોરવાહડફની ચૂંટણી યોજશે ત્યારે ચૌધરી મતદારોને રીઝવવા આકરું રહેશે. હાલમાં જે ચૂંટણી યોજશે તેમાં ઠાકોર મતદારો તો ભાજપ સાથે જોડાઈ જશે પરંતુ ચૌધરી સમાજના મતદારો કે જે વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહ્યા છે તેને મનાવવું અઘરું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.