બીજેપી અધ્યક્ષ અમિત શાહનાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બનાવવાની વાત પર હવે શિવસેનાએ વળતો પ્રહાર કર્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કસમ ખાઇને કહ્યું છે કે બીજેપીએ બાલા સાહેબ ઠાકરેનાં રૂમમાં ’50-50’નો વાયદો કર્યો હતો, પરંતુ હવે જૂઠ બોલી રહી છે. તેમણે કહ્યું કે, “બીજેપી અને શિવસેનાની વચ્ચે બાલા સાહેબનાં રૂમમાં વાતચીત થઈ હતી. આ દરમિયાન શાહ પણ ઉપસ્થિત હતા. અમે જૂઠ નહીં બોલીએ, બાલા સાહેબની કસમ ખાઇએ છીએ.”
અમે જૂઠ નથી બોલી રહ્યા. 50-50નો વાયદો બીજેપીએ કર્યો હતો
રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમે જૂઠનો સહારો લઇને કોઈ વાત નહીં કહીએ. બાલા સાહેબનાં રૂમમાં બીજેપીએ વાયદો કર્યો હતો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ હાજર હતા. બીજેપીએ બાલા સાહેબ ઠાકરેનું અપમાન કર્યું હતુ. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ પણ હાજર હતા. બાલા સાહેબનો રૂમ અમારા માટે મંદિરની જેવો છે. અમે જૂઠ નથી બોલી રહ્યા. 50-50નો વાયદો બીજેપીએ કર્યો હતો અને હવે જૂઠ બોલી રહ્યા છે.”
અમિત શાહે બુધવારનાં શિવસેનાને આપ્યો હતો જવાબ
ઉલ્લેખનીય છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ પર પહેલીવાર બોલતા બુધવારનાં કહ્યું હતુ કે પાર્ટીને શિવસેનાની નવી માંગ સ્વીકાર્ય નથી. શાહે કહ્યું કે, “ઘણીવાર હું અને પીએમ નરેન્દ્ર મોદી સાર્વજનિક રીતે પણ કહી ચુક્યા હતા કે જો અમારું ગઠબંધન ચૂંટણી જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ રહેશે.” તેમણે કહ્યું કે, “તે સમયે કોઈ વિરોધ નહોતો કર્યો. હવે તેઓ નવી માંગની સાથે સામે આવ્યા છે, જેને સ્વીકારી ના શકાય.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.