લીલીયામાં જેલમાંથી છુટ્ટીને આવેલા કિશન દવે નામના બુટલેગર ઉપર મોડી રાત્રે ૨ રાઉન્ડ ફાયરિંગ કરાયું…….અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. લીલીયા શહેરમાં કિશન દવે નામના વ્યક્તિ છેલ્લા ૩ માસથી દારૂના કેસમાં જેલમાં હતો અને બહાર છૂટી આવતા ગઈકાલે રાતે રણજીતભાઈ જેતુભાઈ ધાધલને ખબર અંતર પૂછવા માટે ફોન કરતા આ રણજિતભાઈ એકદમ ઉશ્કેરાય ગયા હતા અને કહ્યું તું અમારી જેલમાં શું વાતો કરતો હતો. આ બાબત ધ્યાનમાં રાખી અપશબ્દો કહી ગાળો આપી હતી ગાળો દેવાની ના પાડતા આ રણજીતભાઈ ને સારું નહિ લાગતા રણજીતભાઈ, સમીર અલારખભાઈ સમાં,તથા તેની સાથે અજાણીયો માણસ મળી મારી નાખવાના ઇરાદે રણજીતભાઈ એ તેની પાસે રહેલી બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જમણા પગમાં ગોઠણ સાથળના ભાગે ગોળી ઘુસી ગઈ હતી તેની સાથે રહેલા સમીર દ્વારા છરી વડે કિશન દવેને મારવાની કોશિષ કરી ત્રણેય બાઇક લઈ ભાગી છૂટ્યા બાદ ઇજાગ્રસ્ત કિશન દવેને પ્રથમ લીલીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં કિશન દવે દ્વારા લીલીયા પોલીસને ફરિયાદ આપતા હાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખ્સ સામ
News Detail
અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. લીલીયા શહેરમાં કિશન દવે નામના વ્યક્તિ છેલ્લા ૩ માસથી દારૂના કેસમાં જેલમાં હતો અને બહાર છૂટી આવતા ગઈકાલે રાતે રણજીતભાઈ જેતુભાઈ ધાધલને ખબર અંતર પૂછવા માટે ફોન કરતા આ રણજિતભાઈ એકદમ ઉશ્કેરાય ગયા હતા અને કહ્યું તું અમારી જેલમાં શું વાતો કરતો હતો….
આ બાબત ધ્યાનમાં રાખી અપશબ્દો કહી ગાળો આપી હતી ગાળો દેવાની ના પાડતા આ રણજીતભાઈ ને સારું નહિ લાગતા રણજીતભાઈ, સમીર અલારખભાઈ સમાં,તથા તેની સાથે અજાણીયો માણસ મળી મારી નાખવાના ઇરાદે રણજીતભાઈ એ તેની પાસે રહેલી બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જમણા પગમાં ગોઠણ સાથળના ભાગે ગોળી ઘુસી ગઈ હતી તેની સાથે રહેલા સમીર દ્વારા છરી વડે કિશન દવેને મારવાની કોશિષ કરી ત્રણેય બાઇક લઈ ભાગી છૂટ્યા બાદ ઇજાગ્રસ્ત કિશન દવેને પ્રથમ લીલીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં કિશન દવે દ્વારા લીલીયા પોલીસને ફરિયાદ આપતા હાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.