સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડા વિસ્તારોમાં લોકોની સારવાર કરવાના અને દર્દ મટાડવાના બહાને ધુતવાના બોગસ ડોક્ટરોએ ધામા નાંખ્યા હોય તેમ લાગી રહ્યુ છે.
News Detail
સુરેન્દ્રનગર જિલ્લામાં ડિગ્રી વગરના ડોક્ટરો અંગે એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં એક દિવસમાં લીંબડી તાલુકામાંથી મહિલા સહિત 2 અને ધ્રાંગધ્રા તાલુકામાંથી 2 ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમની પુછપરછમાં વસાડવામાં વર્ષોથી ગેરકાયદેસર પ્રેક્ટીશ કરતાં હોવાનુ ખુલ્યુ હતુ. આથી દવાઓ સહિત મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
….સુરેન્દ્રનગર જિલ્લો જાણે રેઢો પડી હોય તેમ જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડા વિસ્તારોમાં લોકોની સારવાર કરવાના અને દર્દ મટાડવાના બહાને ધુતવાના બોગસ ડોક્ટરોએ ધામા નાંખ્યા હોય તેમ લાગી રહ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરી શહેર અને બહારના વિસ્તારોમાંથી આવતા ડિગ્રી વગરના ડોક્ટરો ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોને નીશાન બનાવતા હોય છે. ત્યારે એસઓજી ટીમ દ્વારા આવા ડોક્ટરોને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શિયાણીના મેડીકલ ઓફિસર હર્ષિતભાઇ સોલંકીને મળેલી પરાલીમાં પઢારવાસ ભવાભાઇ રત્નાભાઇ પાંચાણીના ઘરમાં ગેરકાયદેસર ડોક્ટર હોવાની બાતમી આધારે પરાલી ગામેથી મૂળ પશ્ચિમ બંગાળના પરગણાના ગાયઘટાના અને હાલ પરાલી પઢાર વાસમાં રહેતા ક્રિષ્નાભાઇ સંતોષભાઇ બાલાને ઝડપી પાડી તેની પાસેથી રૂ.13,119ની એલોપેથી દવા જપ્ત કરાઇ હતી. તેની પુછપરમાં કોઇ પણ જાતની મેડીકલ ડિગ્રી વગર 3 વર્ષથી પ્રેક્ટીશ કરતો હોવાનુ ખુલ્યુ હતુ.
….જ્યારે બીજા એક દરોડામાં લીંબડી ઇનચાર્જ હેલ્થ ઓફિસર દર્શનભાઇ પટેલ અને બળોલના ફિમેલ હેલ્થવર્કર પ્રતીક્ષાબેન ગોહિલને મળેલી બાતમીના આધારે લીંબડી તાલુકાના બળોલ ગામે ફુલપરાશેરીના રહીશ શુક્લાબેન પરીતોષભાઇ રોયને ઝડપી પાડી રૂ.18,930ની એલોપેથી દવા કબજે કરાય હતી.તેમની તપાસમાં પણ કોઇ પણ જાતનુ મેડીકલ સર્ટી વગર એક વર્ષથી પ્રેક્ટીશ કરતા હોવાનુ જણાતા પાણશીણા પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો.જ્યારે અન્ય એક દરોડો ધ્રાં વસાડવા ગામેથી મુળ પશ્ચિમ બંગાળ, હાલ વસાડવા રહેતા સમરજીત હરીપદા બિસ્વાસને ઝડપી પાડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.