ચોરીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપી પતિ-પત્નીને સુરત પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે.
News Detail
વર્ષ 2009માં દાગીના-રોકડની કરી હતી ચોરી
મળતી વિગત અનુસાર, સુરત પોલીસને બાતમી મળી હતી કે, વર્ષ 2009માં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ત્રિકમનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સાકરિયાના મકાનમાં કામ કરતો મૂળ નેપાળનો કાલુસિંહ ઉફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમ બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની સાજનબેન ઉર્ફે ધના કાલુસિંહ ઉર્ફે પ્રકાશ જે તે સમય મકાન માલિકના ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ મળી કુલ 1 લાખથી વધુની મતાની ચોરી કરીને વતન નેપાળ ભાગી ગયા હતા. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા અને છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે.
સુરત પોલીસની ટીમ મુંબઈ પહોંચી
આથી સુરત પોલીસની એક ટીમ બાતમીના આધારે મુંબઈ પહોંચી હતી અને આરોપી દંપતીને ઝડપી લીધા હતા. સુરત પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે આરોપીઓએ અન્ય કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.