રાજકોટ મનપા દ્વારા ફુડ ચેકીંગ હાથ ધરાયું: ડેરીમાંથી ૧૭૬ કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરી વેપારીને નોટીસ ફટકારી
News Detail
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન શહેરના રામ પાર્કમાં યોગેશ્વર પાર્ક-2માં આવેલી “મધુરમ ડેરી ફાર્મ” ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકીંગ દરમિયાન સ્થળ પર સંગ્રહ કરેલુ વાસી ફૂગવાલા 160 કિલો માખણ 12 કિલો વાસી મીઠાઇ તથા એક્સપાયરી થઈ ગયેલું 4 કિલો કોપરનું ખમણ સહિત કુલ 176 કિ.ગ્રા. જથ્થોનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન ચૌધરી હાઇસ્કુલ ચોકમાં “જય અંબે ફૂડસ”માંથી 3 કિલો વાસી લીલી ચટણીનો 3 કિ.ગ્રા.નો નાશ કરાયો હતો.સાંગણવા ચોકમાં ભાવેશ પાન સેન્ટરમાં એક્સપારી થયેલ કોલ્ડ્રિંક્સનો 2 લિટર જથ્થો મળી આવ્યો હતો.જેનો નાશ કરી નોટિસ આપવમાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના જલારામ ચોક- ગીતા મંદિર વિસ્તારમાં ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 13 સેમ્પલની ચકાસણી કરાય હતી. કોલેજીયન પાન કોલ્ડ્રિંક્સ ,ડાયમંડ શીંગ,પુજા પાન,પટેલ પાન કોલ્ડ્રિંક્સ અને રાજુ પાનને લાઇસન્સ મેળવવા નોટિસ આપવામાં આવી હતી. જયારે જે-માર્ટ,મહેશ ડેરી ફાર્મ,રાજમંદિર કોલ્ડ્રિંક્સ,અંકુર ખમણ હાઉસ,કેફે અને બેકરી, હિમાલયા સોડા સોફટી ,ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા,હરીયોગી લાઈવ પફ,જોકર ગાંઠિયા,રાજેશ પ્રોવિઝન સ્ટોર ,કનૈયા કોલ્ડ્રિંક્સ,ધક્કા મુક્કી એન્ટ્રી,મોમાઈ કોલ્ડ્રિંક્સ લચ્છીવાલા અને ધારેશ્વર ફરસાણમાં ચકાસણી કરવામાં આવી હતી. રજવાડી કેન્ડી અને મિક્સ દૂધના નમૂના લેવાયાં પેડક રોડ પર જવાહર સ્કૂલ પાસે આવેલા ગણેશ કોપ્લેક્સ સ્થિત અભય આઈસ્ક્રીમ પાર્લર એન્ડ જનરલ સ્ટોરમાંથી મોવિયા આઈસ્ક્રીમ-રજવાડી કેન્ડી અને સહકાર સોસાયટી મેઇન રોડ પર મેઘાણી નગર કોર્નર પાસે આવેલી સ્વામિનારાયણ ડેરી ફાર્મમાંથી લુઝ મિક્સ દૂધનો નમૂનો લેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.