ડાયાબિટીસ હિન્દુસ્તાન માટે ખૂબ મોટી સમસ્યા છે. તેના આંકડા પર ધ્યાન આપીએ તો થે ખતરનાક છે. દુનિયામાં દર પાંચમાં ડાયાબિટીસનો રોગી ભારતીય છે અને દર 06 સેકન્ડમાં એક ભારતીયની મોત ડાયાબિટીસથી થાય છે. એટલું જ નહીં 6 સેકન્ડ દરમિયાન બે ભારતીયની ડાયાબિટીસ રોગની ઓળખ કરવામાં આવે છે. દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ બીમારી ખાડં અને મીઠાને કારણે થાય છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
ઘણા લોકો તેમના ઘરમાં પડેલી વાસી રોટલીને ફેંકી દેતા હો છે તો પહેલા તેના ફાયદા જાણવા ખૂબ જરૂરી છે. ઘરમાં પડેલી વાસી રોટલી ખાવાથી અનેક બીમારીઓ દૂર થઇ શકે છે. કેટલાક લોકોના ઘરમાં સવારે નાસ્તામાં કે રાતે ભોજનમાં રોટલી બને છે. અને બીજા દિવસે વધેલી રોટલીને ફેંકી દે છે. પરંતુ જો વાસી રોટલી ખાવામાં આવે તો તે માત્ર પેટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. શોધમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. વાસી રોટલીમાં પૌષ્ટિક તત્વ હોય છે જેમા વધારે પ્રોટીન હોય છે જે શરીરને ઉર્જાવાન રાખે છે.
વાસી રોટલી ખાવાથી શરીરનું બ્લડ ગ્લૂકોઝ નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી ફાયદાકારક હોય છે. તેનાથી બ્લડનું ગ્લૂકોઝનું સ્તર નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીક દર્દીઓને સવારે વાસી રોટલી ઠંડા દૂધ સાથે ખાવી જોઇએ જેનાથી શરીરના બ્લડ ગ્લૂકોઝ સ્તર નિયંત્રણમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.