ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા

9 મુસાફરોને ઈજા પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમા તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

News Detail

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો હતો. જેમાં પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો. ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને 9 મુસાફરોને ઈજા પહોંચતા એમને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા. જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો.

….ચોટીલા હાઇવે પર અકસ્માતની ઘટનાથી રક્તરંજિત બન્યો હતો. જેમાં જૂનાગઢથી મુસાફરોને અમદાવાદ તરફ લઈને જઈ રહેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં પીકઅપ વાન ગાડી રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. જેમાં ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને 9 મુસાફરોને ઈજા પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમા તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોને ચોટીલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં પીકઅપ વાનમાં સવાર બે વ્યક્તિના મોત, 9 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.