એમેઝોન ઇન્ડિયાના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ‘એપલ ડેઝ’ વેચાણ 13 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી ચાલશે. iPhone XR તેના અત્યાર સુધીના સૌથી નીચા ભાવે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત એપલ પણ એમેઝોન ઇન્ડિયા પર નવા લોન્ચ કરેલ AirPods Proનું વેચાણ પણ શરૂ કરશે. આ સિવાય ગ્રાહક MacBook Air અને એપલ વોચ જેવા પ્રોડક્ટ્સને ઓફર સાથે ખરીદી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ iPhone XR સ્માર્ટફોન અત્યાર સુધી 42,900 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. જે ગત વર્ષે 76,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. iPhone XRમાં એક એલસીડી ડિસ્પ્લે અને એક સુપરફાસ્ટ A12 બાયોનિક ચિપસેટ પણ છે. જેમાં 12MP રિયર કેમેરા અને લોંગ ટાઇમ બેટરી છે. iPhone XR મોટાભાગે લોકો માટે એપલના સર્વશ્રેષ્ઠ આઇફોન્સમાંથી એક છે અને નવા iPhone 11ની જેમ છે.
ઉપરાંત રિપોર્ટ પ્રમાણે iPhone 11 એમેજોન પર 64,900 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે આમાં કોઈ ઓફર નથી. આ સિવાય MacBook મોડલ પર એપલ કેટલીક ઓફર પણ આપી રહી છે. જે અંદાજે 94,900 રૂપિયાથી શરૂ થાય છે. આઇપેડ મોડેલ, જેમાં આઈપેડ એર, આઈપેડ 10.2 અને આઈપેડ પ્રો પર પણ ઓફર છે. એપલ વોચ સિરીઝ 5 એમેઝોન પર 40,900 રૂપિયાથી શરૂ થાય છે. વધુમાં AirPods Proને રૂ.24,900માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ દરમિયાન, રેગ્યુલર એરપોડ્સ ચાર્જિંગ કેસ સાથે એપલ ડેઝ સેલ દરમિયાન એમેઝોન પર 13,900 રૂપિયામાં ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.