અમદાવાદ: AMC વિવિધ વિસ્તારના 7 પ્લોટ વેચી 500 કરોડની આવક ઊભી કરશે! માર્ચ મહિનાની આ તારીખે થઈ શકે હરાજી

જાહેર અરજી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

News Detail

બે વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા જે 16 પ્લોટ વેચવા માટે કાઢ્યા હતા. તે પૈકીના કોમર્શિયલ અને રહેણાંક હેતુના કુલ 7 જેટલા પ્લોટ ફરી વેચવા કાઢવામાં આવતા તેની હરાજી હવે આવતા મહિને એટલે કે માર્ચમાં થવાની શક્યતા છે. મીડિયા અહેવાલ મુજબ, નબળી આર્થિક પરિસ્થિતિને લઈ એએમસી દ્વારા આ પ્લોટ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની હરાજી 14 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. પરંતુ, કોર્પોરેશનના અધિકારીઓ U-20માં વ્યસ્ત હોવાથી પ્રક્રિયા એક મહિના માટે લંબાવવામાં આવી હતી.

હરાજી 21થી 24 માર્ચ વચ્ચે થવાની શક્યતા

ત્યાર બાદ હવે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના નવા દર લાગૂ કરવામાં આવ્યા છે. આથી કોર્પોરેશનના જે પણ પ્લોટ છે, તેની અપસેટ વેલ્યૂમાં પણ વધારો થયો છે. નવા જંત્રી દરના કારણે હવે વેચાણ રકમમાં ફેરફાર થશે. આથી હવે આ પ્લોટની હરાજી હવે માર્ચ મહિનાની 21થી 24 તારીખ વચ્ચે થવાની શક્યતા છે. રિપોર્ટ્સ મુજબ, આ 7 પ્લોટના વેચાણમાં એએમસીને લગભગ રૂ.500 કરોડની અંદાજીત આવક થશે. બોડકદેવ, થલતેજ, નિકોલ અને વસ્ત્રાલના પ્લોટ વેચવા કોર્પોરેશને નિર્ણય કર્યો છે. સૂત્રો મુજબ, સૌથી વધુ કિંમત રૂ. 174.63 કરોડ થલતેજ તળાવ પાસે આવેલા પ્લોટની નક્કી કરાઈ છે. જાહેર અરજી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

રહેણાંક અને કોમર્શિયલ હેતુના કુલ 7 જેટલા પ્લોટ વેચાશે

સૂત્રોના જણાવ્યા મુજબ, રહેણાંક અને કોમર્શિયલ હેતુના કુલ 7 જેટલા પ્લોટ વેચવા માટે એએમસીએ ઈ હરાજી કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. એસજી હાઇવેના 1,  થલતેજના 2, નિકોલ તળાવ પાસે 1 અને વસ્ત્રાલ રિંગરોડ નજીક આવેલા 3 પ્લોટ એમ કુલ 7 પ્લોટની હરાજી કરવામાં આવનાર છે. જે પણ બિલ્ડર કે કંપની દ્વારા જાહેર હરાજીમાં પ્લોટની વધુ કિંમત આપવામં આવશે તેને આ પ્લોટ વેચી આવક ઊભી કરવાનો કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.