તેમણે કહ્યું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બેંકમાંથી લોન અપાવી પોલીસે માનવીય અભિગમ પણ દાખવ્યો છે.
News Detail
વ્યાજખોરી માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી: ગૃહ રાજ્યમંત્રી
આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણ સામે યુદ્ધ ધોરણે ઝૂંબેશ ચલાવવા માટે વડોદરા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, વ્યાજખોરીના દૂષણ માટે હવે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. આ દૂષણ ફેલાવનારાઓએ ગુજરાત બહાર જવું પડશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, અત્યાર સુધી 3 હજાર પરિવારોને વ્યાજખોરીના દૂષણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બેંકમાંથી લોન અપાવી પોલીસે માનવીય અભિગમ પણ દાખવ્યો છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકોને સંકલ્પ પણ લેવડાવ્યો હતો કે તેઓ ક્યારે ડાયરીના રૂપિયા નહીં લે અને વ્યાજખોરોની લોભામણી વાતોમાં પણ ક્યારે નહીં આવે.
’13 હજાર લોકોને બેંક મારફતે લોન આપવામાં આવી’
ઉપરાંત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીનું દૂષણ ફૈલાવતા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ આ વિષચક્ર ચલાવવામાં સંડોવાયેલું હશે તેને છોડવામાં નહીં આવે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ અભિયાન હેઠળ છેલ્લા એક મહિનામાં ગુજરાત પોલીસે રાજ્યના ખૂણે-ખૂણેથી વ્યાજખોરોને પકડ્યા છે અને જેલ ભેગા કર્યા છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લગભગ 13 હજાર લોકોને બેંક મારફતે લોન આપવામાં આવી છે, જેનો આંકડો રૂ.100 કરોડ સુધી પહોંચ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી પોલીસ દ્વારા 3500થી વધુ લોકદરબાર યોજાયા છે, જેમાં એક હજારથી વધુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં વડોદરા પોલીસે શહેરમાં 36 અને જિલ્લામાં 35 લોક દરબારનું આયોજન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.