ગાંધીધામથી લોરેન્સ બિસ્નોઈ સાથે સંકળાયેલા એકની અટકાયત આ મામલે કરવામાં આવી રહી છે. એનઆઈએના દરોડામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
News Detail
ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ અને નીરજ બવાનાની પૂછપરછ બાદ કાર્યવાહી કરાઈ રહી છે. ટેરર ફંડ અને હથિયારોની તસ્કરી મામલે એનઆઈએ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજ્યોમાં ફેલાયેલા ગેંગસ્ટર અને તેના સિન્ડીકેટને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાત ઉપરાંત પંજાબ દિલ્હી સહીતના રાજ્યોમાં પણ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં ગાંધીધામ સહીત 70 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કચ્છના ગાંધીધામથી 1ની અટકાય કરવામાં આવી છે. જેની અટકાયત કરાઈ છે કે બિન્સોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાથી આ અટકાયત કરાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. કુલવિંદ લાંબા ઘણા સમયથી બિસ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાત ઉપરાંત ભારતમાં દિલ્હી સહીતના વિવિધ શહોરો અને રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જો કે, ગુજરાતમાં પણ આ કાર્યવાહી ચાલી રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.