15મી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડીને સાતમી વખત સત્તામાં પરત ફરનાર ભાજપ માટે તેના જ ધારાસભ્યો સરકારને લેટર લખી રહ્યા છે
News Detail
હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય છે. તેમણે પત્ર લખીને ખેડૂતો માટે કપાસ મામલે વિગતવાર કૃષિ મંત્રીને લેટર લખ્યો છે. સંગઠનની કમાન ગુજરાતમાં સીઆર પાટીલ પાસે છે, જ્યારે સરકારનો ચહેરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. ત્યારે તેમના જ ધારાસભ્યોમાં આ માંગ સરકાર સામે કરાઈ રહી છે.
હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ટેકાના ભાવમાં દેશી કપાસનો સમાવેશ કરવાની માંગ કરી છે. પત્ર લખ્યા બાદ હાર્દિક પટેલે કૃષિ મંત્રીને મળ્યા બાદ પણ પોતાની વાત રાખી છે.
હાર્દિક પટેલની માંગ છે કે ટેકાના ભાવમાં સ્થાનિક કપાસનો સમાવેશ કરવામાં આવે. કૃષિ મંત્રીને મળ્યા બાદ હાર્દિક પટેલે કહ્યું કે દેશી કપાસની MSP નક્કી નથી. કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખેલા પત્રમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે.
કેતન ઈનામદાર અને કાનાણીના પહેલાથી જ નિવેદનો સામે આવતા રહ્યા છે
ભાજપના ધારાસભ્ય રહીને પણ સુરતની વરાછા બેઠક પરથી જીતેલા કિશોર કાનાણીનો પત્ર સામે આવ્યો છે જેમાં સુરતમાં લક્ઝરી બસોની એન્ટ્રીનો છે.
બરોડા ડેરીમાં પશુપાલકોને થતા અન્યાય અંગે કેતન ઇનામદાર વધુ એક વખત ખુલ્લેઆમ બોલ્યા છે. સોમવારે કેતન ઇનામદાર પણ થોડો સમય ધરણા પર બેઠા હતા. વડોદરાની કરજણ બેઠક પરથી જીતેલા અક્ષય પટેલ અને વાઘોડિયાથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ તેમની સાથે ધરણા પર બેઠા હતા. આવા સંજોગોમાં મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તેઓ સત્તાધારી પક્ષના છે તો પછી વિરોધ પ્રદર્શન કરવાની શું જરૂર છે? 156 બેઠકો જીતીને સત્તામાં પરત ફરનાર ભાજપને વિપક્ષો કરતાં વધુ તેના ધારાસભ્યોની ગતિવિધિઓ પર ડેમેજ કંટ્રોલનો સામનો કરવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.