વાપી ચાર રસ્તા ખાતે મામૂ ચાય અને ટર્નિંગ પોઇન્ટ ફર્નિચરના શૉ રૂમ નજીક એક ગેરેજમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ જે ગેરેજમાં લાગી હતી તે પતરાના શેડમાં ગેરેજનો મલિક બાઈકનું રીપેરીંગ કામ કરતો હતો. ગેરેજ માલિક રાત્રે ગેરેજને બંધ કરી જતો રહ્યો હતો. જે બાદ રાત્રે 11 વાગ્યા આસપાસ ગેરેજમાં આગની જ્વાળાઓ જોઈ આસપાસના લોકોએ GIDC નોટિફાઇડ ફાયરને જાણ કરી હતી. ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ચપેટ માં ગેરેજમાં પાર્ક 5 જેટલી બાઇક આવી જતા તે ભડભડ સળગી હતી. આગની જ્વાળાએ ગેરેજ બહાર નજીકમાં પાર્ક કરેલ એક લકઝરીયસ વોલ્વો કારને પણ પોતાની ચપેટ માં લેતા કાર પણ સળગી ઉઠી હતી. GIDC નોટિફાઇડના જવાનોએ 4 જેટલા પાણીના બંબા મંગાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે વિકરાળ આગ ને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી છે. આગ ક્યાં કારણોસર લાગી? આગ લાગ્યા બાદ પણ ગેરેજનો માલિક સ્થળ પર નહિ આવતા આ ગેરેજનો માલિક કોણ છે? તે વિગતો મોડી રાત્રી સુધી મળી નહોતી, જે અંગે વહેલી સવારે ફરી ફાયરે અને GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો ગેરેજમાં પડેલી 5થી વધુ બાઇક અને એક કાર આ આગમાં રાખ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.