વલસાડના ધમડાચી ખાતે રહેતા 52 વર્ષીય ભરતભાઈ રામજીભાઈ સુરતી તેમની નોકરી પૂરી કરી સાયકલ ઉપર ધરમપુર ચોકડી થી ધમડાચી તરફ પરત ફરી રહ્યા હતા જે દરમિયાન, વાપી થી સુરત તરફ જતા ગેસના ટેન્કર નંબર NL01-AE-1110 ના ચાલકે પોતાનું ટેન્કર પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સાઇકલ ઉપર ઘરે પરત ફરી રહેલા ભરતભાઈ રામજીભાઈ સુરતીને અડફેટે લઈ અકસ્માત સર્જી ટેન્કર ચાલક ઈબ્રાહીમ અબુહસમ શેખ ટેન્કર સાથે ભાગી રહ્યો હતો. જે દરમિયાન, ધમડાચી પીળું ફળિયા પાસે થર્ડ લેન્ડ ની બાજુમાં આવેલી રેલિંગ સાથે ફરી અથડાઇ ટેન્કર પલટી ગયું હતું. પીછો કરી આવતા વાહન ચાલકોએ ટેન્કરના ચાલકને ઝડપી, બનાવની જાણ વલસાડ રૂલર પોલીસની ટીમને કરી હતી. બે ક્રેન ની મદદ વડે રસ્તા ઉપર પડેલ ગેસનું ટેન્કર હટાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ત્રણ કલાકથી વધુની જહેમત બાદ ખાલી ટેન્કરને સાઇડ ઉપર કરવામાં આવ્યું હતું અને વાહન વ્યવહારને સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વલસાડ રૂલર પોલીસે ભરતભાઈ સુરતી ના પરિવારની ટેન્કર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે ટેન્કર ચાલકે એક પરિવારનો મોભી છીનવી લીધો હોય લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો. તો, ટેન્કર પલટી મારી ગયા બાદ ગેસ લીકેજ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.