. 61 વર્ષિય અમૃતભાઈ પટેલે તેમની કોઠાસૂઝથી એક કેમ્પર વાન તૈયાર કરી છે. જે સોલાર પેનલથી સંચાલિત છે. આ સાથ જ તેમાં બેટરીનો પણ ઉપયોગ કરાયો છે.
News Detail
આ ઈનોવેશન બદલ તેઓ જણાવે છે કે, તેઓ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓને ચામડીની એલર્જી હોવાથી તબીબે છાયડામાં રહેવાની સલાહ આપી હતી. ઘરે બેસવું અશક્ય હતું ત્યારે આ કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ વિચાર્યું અને એક એવી ગાડી તૈયાર કરીએ કે, જેનાથી તેઓ કામ પર પણ જઈ શકે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકે. આ માટે તેમણે વેસ્ટમાંથી બેસ્ટ એક સોલાર પેનલથી ચાલતી કેમ્પર વાન તૈયાર કરી દીધી.
કેમ્પર વાનમાં પેટ્રોલ, ડીઝલ ભરવાની કોઈ ઝંઝટ રહેતી નથી. તેમાં એસી, પંખો, લાઈટ, ઈલેકટ્રીક સગડી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. અંદાજે ત્રણ લાખ રૂપિયામાં તૈયાર કરેલ કેમ્પર વાનમાં એ તમામ સુવિધા છે જે લક્ઝુરિયસ સાધનમાં હોય. ખેડૂત અમૃતભાઈએ એફવાયબીકોમનો અભ્યાસ કર્યો અને આઈટીઆઈ કર્યા બાદ વાયરમેનનું કામ કર્યું પરંતુ તેમાં ઘણી સમસ્યા આવતા તેમણે આ કેમ્પર વાન બનાવવાનું નક્કી કર્યું. હાલ તેઓ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતા સિદ્ધાંત પર આધારિત દેશી કેમ્પરવાન બનાવવામાં આવી છે. રૂપિયા ત્રણ લાખના ખર્ચે કેમ્પર વાન બનાવી છે. છોટા હાથીના પાછળનું કેરેજ કાઢી રૂમ બનાવી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એસી, પંખો, લાઈટ, રસોઈ બનાવવા માટે ઈલેક્ટ્રીક સઘડી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો પણ આ પ્રકારે ઈનોવેટીવ બની રહ્યા છે. તેનું આ તાદ્રશ્ય ઉદાહરણ જોઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.