અન્નપૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કમનસીબ મૃતકોને અકસ્માતની સહાય 4 લાખ રૂપિયા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
News Detail
મોડાસા-હિંમતનગર ધોરીમાર્ગ વધુ એક વાર રક્તરંજીત બન્યો હતો મોડાસાના રસુલપુર ગામ નજીક કાર ચાલકે બુલેટને ધડાકાભેર ટક્કર મારતા બુલેટ સવાર ભત્રીજા-કાકી અને નાની બહેન સહીત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા એક બાળકીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ માટે સારવાર અર્થે દવાખાને ખસેડાઇ હતી સબલપુર ગામ નજીક અકસ્માતની ઘટનાને પગલે પરિવારજનો અને સગા-સબંધીઓએ ભારે રોકોકકળ કરી મૂકી હતી અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્રણે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
સબલપુર ગામના સંજયસિંહ કોદરસિંહ સોલંકી નામનો યુવક તેના કાકી પિંકીબેન પ્રભાતસિંહ સોલંકી તેમની બંને પુત્રીઓ વાંટડા પિયર ગયા હોવાથી બુલેટ પર લઇ પરત આવી સબલપુર આવી રહ્યા હતા ત્યારે રસુલપુર ગામની સીમમાં યમદૂત બની રોગ સાઈડ ધસી આવેલી કારે બુલેટને ધડાકાભેર ટક્કર મારતા બુલેટ સવાર ચારે લોકો ફંગોળાઈ રોડ પર પટકાતા બુલેટ ચાલક સંજયસિંહ કોદરસિંહ (ઉં.વર્ષ-25) તેમના કાકી પિંકીબેન પ્રભાતસિંહ સોલંકી (ઉં.વર્ષ-30) અને તેમની નાની પુત્રી પરીબેન પ્રભાતસિંહ સોલંકી(ઉં.વર્ષ-3)ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે પ્રાણપંખરું ઉડી ગયું હતું અન્ય એક પુત્રી ક્રિષ્ણા બેનના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા આવતા સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
સબલપુર ગામ નજીક રસુલપુર પાસે એક જ પરિવારના ત્રણ લોકોનું ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી કોણ-કોને આશ્વાસન આપે તેવી દુઃખદ સ્થિતિનું નિર્માણ થયું હતું એક સાથે ત્રણ અર્થીઓ ઉઠતા સમગ્ર ગામ હીબકે ચઢ્યું હતું
મોડાસા રૂરલ પોલીસે પ્રભાતસિંહ દીપસિંહ સોલંકીની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર કાર ચાલક સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.